ભારતની આ સૌથી લાંબી ટ્રક ચલાવે છે બે ડ્રાઈવર, 250 ફૂટ છે લંબાઈ

PC: carblogindia.com

રોડ પર એક એવી ટ્રક જોવા મળી છે જેને ચલાવવા માટે 2 ડ્રાઇવરની જરૂર પડે છે. આ ટ્રક 250 ફૂટ લાંબી છે. જેના પર પવનચક્કીના બ્લેડ લોડ થાય છે. તમે દેશના ઘણા વિસ્તારોમાં વિશાળ પવનચક્કીઓ ખેતરોમાં લગાવેલી જોઈ હશે. પરંતુ તમે અને હું સામાન્ય રીતે સમજી શકતા નથી કે તેઓ કેટલી મોટી છે.

આવું એટલા માટે છે કારણ કે તમે સેટઅપથી લગભગ હંમેશા ખૂબ દૂર છો. જ્યારે તમે તેમને રસ્તા પર નજીકથી જોવો, ત્યારે જ તમે તે વસ્તુઓના વિશાળ કદને સમજી શકો છો.

આ વીડિયો યુટ્યુબ પર ટ્રાન્સપોર્ટ લાઈવ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં એક રિપોર્ટર હાઇવેની બાજુમાં પાર્ક કરેલી એક લાંબી ટ્રકને કેપ્ચર કરી લે છે. પરિવહન કરવામાં આવી રહેલી સામગ્રીના પ્રકાર અને સેટઅપને વધુ સારી રીતે જાણવા માટે ડ્રાઇવર પાસે જાય છે.

ડ્રાઈવર જણાવે છે કે ટ્રક અંદાજે 78 મીટર અથવા 250 ફૂટ લાંબી છે. આટલું મોટું હોવાના કારણે ટ્રકને ચલાવવા માટે બે ડ્રાઈવરની જરૂર પડે છે. એક ડ્રાઈવર ટ્રકની કેબિનની અંદર સામાન્ય ડ્રાઈવરની જેમ બેસે છે, જ્યારે અન્ય ઓપરેટર ટ્રેલરના પાછળના છેડે બેસે છે.

બીજા ડ્રાઈવરનું કામ ટ્રકના પાછળના એક્સલને ચલાવવાનું છે જેથી કરીને ટ્રક સરળતાથી વળાંક લઈ શકે. તેના હાથમાં રીમોટ કંટ્રોલ છે જે પાછળના 3 એક્સેલને કંટ્રોલ કરે છે. આ ઉપરાંત, મારુતિ ઈકોના રૂપમાં એક એસ્કોર્ટ વાહન છે જે ટ્રક સાથે આગળ ચાલે છે, જે ટ્રકને માર્ગદર્શન આપવામાં અને યાત્રામાં આવતા અવરોધોનો સામનો કરવામાં મદદ કરે છે.

ટ્રકને લગભગ 500 કિમીની મુસાફરી કરવામાં લગભગ 7 દિવસ લાગે છે, જે તેની લંબાઈને જોઈને સમજી શકાય છે. રિપોર્ટરે ડ્રાઈવર અને ઓપરેટરને મળતા પગાર વિશે પણ પૂછ્યું, તો તેમાં ડ્રાઈવરને 30,000 રૂપિયા ચૂકવવામાં આવે છે જ્યારે ઓપરેટરને લગભગ 17,000 રૂપિયા ચૂકવવામાં આવે છે.

આને મોટો પગાર ગણી શકાય છે પરંતુ તેની સાથે જોડાયેલા પડકારોને સમજવા જોઈએ. આ 'હાઈ-રિસ્ક હાઈ-રિવોર્ડ'નો કેસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp