સુંદર કન્યા સાથે લગ્ન કર્યાની કાકાની ખુશીનો પાર ન રહ્યો! આપ્યા આવા રિએક્શન

આવુ લોકો ઘણીવાર કહે છે કે લગ્ન માટે જોડી તો ઉપરવાળા જ બનાવીને મોકલે છે. જો કે, ક્યારેક એવી જોડી જોવા મળે છે કે લોકો થોડીવાર માટે ડરી જાય છે. વહુની ઉંમર ઓછી હોય અને વરની ઉંમર વધુ હોય તો લોકો વિચારમાં પડી જાય છે, પણ એક કહેવત છે કે જ્યારે મિયાં-બીવી રાજી તો ક્યા કરેગા કાજી! આવું જ કંઈક સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પણ જોવા મળ્યું, જ્યારે એક વૃદ્ધ વ્યક્તિએ નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા. ઈન્ટરનેટ પર હંગામો મચાવનાર વીડિયોમાં તે વ્યક્તિ તેની નવી દુલ્હન સાથે બેઠો છે અને તેના ચહેરા પર મંદ સ્મિત છે.

વીડિયો જોઈને એવુ લાગે છે કે કાકાની દુલ્હનને જોઈને ખુશી સમાતી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચાચાજી તેમની દુલ્હન સાથે બેઠા છે અને હસી રહ્યા છે. ચાચાજીના હાથમાં છત્રી અને ગળામાં માળા પહેરી છે. સેહરા પહેરીને કાકા, મોંમાં પાન ચાવે છે અને ખુશીથી ફૂલ્યા નથી સમાતા. તો, ડાબી બાજુ પર બેઠેલી કન્યાના ચહેરા પર સ્મિત છે. લાલ વેડિંગ ડ્રેસ પહેરેલી દુલ્હન હસતી અને સામે ફોટોગ્રાફર પાસે ફોટો ખેંચાવી રહી છે. બંને ખુશ દેખાઈ રહ્યા છે. જોકે, આ વીડિયો ક્યાંનો છે તેની કોઈ પુષ્ટિ થઈ નથી.

 
 
 
View this post on Instagram

A post shared by FunTaap Official ? (@funtaap)

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને funtaap નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

તેને અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, 'આ શું જોવું પડે છે? બસ હવે જોવાતું નથી. અન્ય એક યુઝરે લખ્યું, 'વીડિયો જોઈને ખૂબ દુઃખ થયું. મારા માટે આ દુ:ખ, દર્દ, પીડા ક્યારે સમાપ્ત થશે.' આવા તમામ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. વીડિયોની ઉપરના લખાણ પર 'ઓહ ગોડ' લખેલું છે. એટલે કે મોટાભાગના લોકો આ જોડીને જોઈને દંગ રહી જાય છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.