4 ભાઈ-બહેન, ચારેય IAS-IPS, મોટા ભાઈએ પોતાની નોકરી છોડી કરાવી હતી તમામને તૈયારી

PC: indianmasterminds.com

ઘરમાં જેટલાં બાળકો હોય અને એ બધાં જ સરકારમાં ઉચ્ચ કક્ષાના ઑફિસર બની જાય તો એ ઘરનું વાતાવરણ અલગ જ હશે. આજે અમે તમને એક એવી જ કહાની જણાવવા જઈ રહ્યા છે જે ઘરમાં 2 ભાઈ અને 2 બહેન IAS અને IPS ઓફિસર છે. આ કહાની UPના લાલગંજની છે.

ચાર ભાઈ-બહેનોમાં, ક્ષમા અને માધવી આ બંને બહેનો ઉદાસ દેખાઈ રહી હતી, કારણ કે તેઓ UPSC CSE પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ રહી હતી, તેમના ભાઈ યોગેશ તેમને ઉદાસ નહીં જોઈ શકતા હતા અને તેમણે તેમની મદદ કરવાનો નિર્ણય લીધો. રક્ષાબંધનના અવસર પર, સોફ્ટવેર એન્જિનિયરે પોતે UPSC માટે હાજર રહેવાનો નિર્ણય લીધો અને એ જાણ્યું કે સમસ્યા શું હતી, અને તેની બહેનોને માર્ગદર્શન આપ્યું.

તેમણે 2013મા પોતાની નોકરી છોડી દીધી અને એક વર્ષ સુધી સંપૂર્ણ રીતે UPSC પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બીજા વર્ષે, તેમણે આ પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ ક્લીયર કરી લીધી અને IAS અધિકારી બની ગયા. તેમણે પરીક્ષાઓ અને નોટ્સની પોતાની સમજણથી તેની બે બહેનો અને નાના ભાઈને કોચિંગ આપ્યું. 2015મા માધવીએ પરીક્ષા પાસ કરી અને IAS ઓફિસર બની ગઈ. આવતા વર્ષે, ક્ષમા અને લોકેશ બંનેએ પરીક્ષા પાસ કરી અને હવે તેઓ IPS અને IAS અધિકારી છે.

સૌથી નાની વયનો લોકેશ કહે છે કે, 80 અને 90ના દાયકામાં એક ગામ લાલગંજમાં મોટા થનારા લોકો માટે એક નિમ્ન મધ્યમ વર્ગના પરિવારમાં UPSCની સરકારી સેવાને સપનું માનવામાં આવતું હતું. પરંતુ અહીં તેમના માતા-પિતા હંમેશા ઇચ્છતા હતા કે, તેઓ પરીક્ષા આપે, તેઓએ ક્યારેય પણ તેમના સપનાઓને બાળકો પર નહીં થોપ્યા. ચારેય ભાઈ-બહેનોએ 12મા ધોરણ સુધી હિન્દી માધ્યમમાં જ અભ્યાસ કર્યો છે.

યોગેશ તેના એન્જિનિયરિંગના અભ્યાસ માટે પ્રયાગરાજમાં મોતીલાલ નેહરુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં ગયો હતો. તેમણે UPSCમાં કોઈ રસ નહીં દાખવ્યો અને નોઈડામાં એક સોફ્ટવેર કંપનીમાં કામ કરવા જતો રહ્યો, પરંતુ જ્યારે તેની બહેનો, જેઓ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવાની ઈચ્છા રાખતી હતી, તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે તેઓ પોતે જ મુશ્કેલીઓનો સામનો કરીને મેદાનમાં આવી ગયા.

આ ચારેયના માતા ક્રિષ્ના મિશ્રા કહે છે કે, 'અમારા બાળકો હંમેશા ખૂબ જ મહેનતુ અને પ્રમાણિક રહ્યા છે. એક પરીક્ષા આપ્યા પછી, તેમણે અમને જણાવ્યું કે, તે સારી હતી કે નહીં. તેમને તેની દ્રઢતા માટે પુરસ્કાર મળ્યો છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp