અહીં જપ્ત થઈ 10 કરોડ કિંમતની વ્હેલની ઉલ્ટી, જાણો આખરે શા માટે હોય છે આટલી મોંઘી

PC: news18.com

ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (UPSRF)એ લખનૌમાં 4 લોકોની ધરપકડ કરી છે. તેમના પર વ્હેલની ઊલ્ટી (એમ્બરગ્રીસ)ની તસ્કરીનો આરોપ છે. UPSRFએ છાપેમારી કરીને તેમની પાસેથી 4.12 કિલોગ્રામ વ્હેલની ઊલટી જપ્ત કારીઓ છે, જેની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. તેનો ઉપયોગ ફરફ્યૂમ બનાવવા માટે થાય છે. વન્યજીવ સંરક્ષણ કાયદા, 1972 હેઠળ વ્હેલની ઊલટી વેચવાનું પ્રતિબંધિત છે. વ્હેલની ઊલટી એટલે કે એમ્બરગ્રીસ વ્હેલના પાચન તંત્રમાં ઉત્પન્ન થાય છે.

તે વ્હેલના આંતરડામાં બનેલો મોમ જેવો ઠોસ અને જ્વલનશીલ પદાર્થ છે. તેનો ઉપયોગ કોસ્મેટિક અને દવાઓમાં કરવામાં આવે છે. રોચક વાત એ પણ છે કે સ્પર્મ વ્હેલ માત્ર 1 ટકા જ એમ્બરગ્રીસનું ઉત્પાદન કરે છે. રાસાયણિક રૂપે એમ્બરગ્રીસમાં કોલેસ્ટ્રોલ જેવો અલ્કલોઇડ, એસિડ અને એમ્બરગ્રીસ નામના એક વિશિષ્ટ યૌગિક હોય છે. તેની કિંમતના કારણે તેને તરતુ સોનું પણ કહેવામાં આવે છે. વ્હેલના પેટમાંથી નીકળનારી એમ્બરગ્રીસની ગંધ શરૂઆતમાં કોઈ અપશિષ્ટ પદાર્થની જેમ હોય છે, પરંતુ થોડા વર્ષ બાદ ખૂબ જ મીઠી સુગંધ આપે છે.

તેને એમ્બરગ્રીસ એટલે કહેવામાં આવે છે કેમ કે તે બાલ્ટિકમાં સમુદ્ર તટ પર મળતા ધૂંધળા એમ્બર જેવો દેખાય છે. આ અત્તરના ઉત્પાદનમાં પ્રયોગ કરવામાં આવે છે અને આ કારણે ખૂબ કિંમત હોય છે. તેના કારણે અત્તરની સુગંધ ઘણા સમય સુધી બનેલી રહે છે. આ કારણે વૈજ્ઞાનિક એમ્બરગ્રીસને તરતુ સોનું પણ કહેવામાં આવે છે. તેનું વજન 15 ગ્રામથી 50 કિલો થઈ શકે છે. સામાન્ય રીતે વહેલ સમુદ્રના તટોથી ખૂબ દૂર જ રહે છે, એવામાં શરીરમાંથી નીકળેલા આ પદાર્થને સમુદ્ર કિનારા સુધી આવવામાં ઘણા વર્ષ લાગી જાય છે. સૂરજની રોશની અને નમકીન પાણીના સંપર્કના કારણે આ અપશિષ્ટ પથ્થર જેવી ચીકણી, ભૂરી ગાંઠમાં બદલાઈ જાય છે જે મીણ જેવું દેખાય છે.

દુબબઇ જેવી જગ્યાઓ પર જ્યાં પરફ્યૂમનો મોટો બજાર છે, ત્યાં તેની માગણી વધારે છે. જૂના સમયમાં મિસ્ત્રના લોકો સુગંધિત ધૂપ બનાવવામાં તેનો ઉપયોગ કરતા હતા. ભારત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તેના વેપાર અને રાખવા પર રોક લાગેલી છે. તો કેટલાક દેશોમાં તેની સાથે વેપાર કરી શકાય છે. યૂરોપમાં બ્લેક એજ દરમિયાન લોકોનું માનવું હતું કે, એમ્બરગ્રીસનો એક ટુકડો સાથે લઈ જવાથી તેને પ્લેગ રોકવામાં મદદ મળી શકે છે. એવું એટલે હતું કેમ કે સુગંધ હવાની ગંધને ઢાંકી લેતી હતી, જેને પ્લેગનું કારણ માનવામાં આવતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp