26th January selfie contest

અસ્થિ વિસર્જન કરવા આવ્યો અમેરિકન છોકરો...ભારતની છોકરીને આપી બેઠો દિલ

PC: aajtak.in

આપણે જીવનમાં જે કોઇની પણ સાથે અથડાઈએ છે, તેની પાછળ કોઈક ને કોઈક કારણ જરૂર હોય છે. ક્યારેક આ મુલાકાત થોડીક ક્ષણો સુધી રહે છે, તો કેટલીકવાર તે જીવનભરના સાથમાં ફેરવાઈ જાય છે. આવું જ કંઈક નિખિલ અને હિરવા સાથે પણ થયું છે. બંનેનું પ્રોફેશન અને દેશ અલગ છે, છતાં પણ બંને મળી જ ગયા. તેમની પહેલી મુલાકાત આમ તો ઘણા વર્ષો પહેલા નવા વર્ષ પર થઈ હતી, પરંતુ હવે એક વાર ફરી વર્ષ 2023 શરૂ થતાં જ, એટલે કે નવું વર્ષ આવવા પર તેમણે પોતાની કહાની દુનિયાને કહી છે. આ કહાનીની શરૂઆત ગોવાથી થઈ હતી પરંતુ, હાલમાં બંને અમેરિકામાં રહે છે.

કહાની શરૂ થાય છે, વર્ષ 2010થી. ત્યારે ભારતીય અમેરિકન નિખિલ મેડિકલ સ્કૂલનો વિદ્યાર્થી હતો. તેની ઉંમર લગભગ 20 વર્ષની હતી અને તેણે કેન્સરને કારણે તેના પિતાને ગુમાવી દીધા હતા. તેમના ભાઈ પિતાની અસ્થિ વિસર્જિત કરવા માટે અમેરિકાથી ભારત આવ્યા હતા. નિખિલે જણાવ્યું કે, તેનો પરિવાર ભલે અમેરિકામાં રહેતો હતો, પરંતુ તેણે અને તેના ભાઈએ પિતાની અસ્થિઓને પૈતૃક સ્થાન પર વિસર્જિત કરવાનો નિર્ણય લીધો.

અંતિમ ક્રિયાઓ કર્યા બાદ બંને ભાઈ ટ્રીપ પર ગોવા જતાં રહ્યા. આ નવા વર્ષનો સમય હતો, 2011નું વર્ષ આવવાનું હતું. તેમની સાથે નિખિલનો એક જૂનો મિત્ર પણ ટ્રીપમાં આવી ગયો. તમામ લોકો 2011નું સ્વાગત કરવા માટે બીચસાઇડ ક્લબ ટીટોઝ ગયા પરંતુ હોટેલ કોઈ અન્ય બીચની પાસે હતી. એવામાં ત્રણેયે ટ્રાફિકથી બચવા માટે પગપાળા જ હોટેલથી ટીટોસ જવાનું વિચાર્યું.

ક્લબમાં પહોંચ્યા બાદ તેમને ખબર પડી કે, દરેક પુરૂષે 100 ડૉલર એન્ટ્રી ફી આપવાની છે, જ્યારે મહિલાઓને ફ્રી એન્ટ્રી મળી રહી હતી પરંતુ તેમની પાસે એટલી રોકડ ન હતી. જેમ તેમ તેણે ATMમાંથી પૈસા કાઢ્યા. ત્યારે જ નિખિલની નજર તે મહિલા પર પડી, જેની સાથે પછી તેણે લગ્ન કર્યા. આશરે 20 વર્ષની હિરવા 21 ડિસેમ્બર, 2010ના રોજ ત્યાં તેના બે મિત્રો સાથે આવી હતી. તે ભારતમાં જ રહેતી હતી અને બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. જો પુરુષોએ મહિલાઓ સાથે એન્ટ્રી લીધી હોત તો ફીમાં કઇંક ઘટાડો કરવામાં આવ્યો હોત. ત્યારે જ કેટલાક પુરુષોએ હિરવાના ગ્રુપ પાસે મદદ માંગી. તેમણે તેમની મદદ કરવા માટે હાં કહી દીધું પણ તેઓ તેમની પાસેથી જઈ રહ્યા ન હતા. જેના કારણે ત્રણેય મિત્રો ખૂબ પરેશાન થઈ ગયા.

ત્યારે જ તેમાંથી એકે નિખિલ અને તેના ગ્રુપને જોયું. હિરવાના મિત્રોએ આ ગ્રુપ સાથે વાત કરવાનો નિર્ણય લીધો, જેથી જે છોકરાઓનું ગ્રુપ તેમની સાથે હતું, તેનાથી તેમને છૂટકારો મળી શકે. પછી બંને ગ્રુપે એકબીજા સાથે વાતચીત કરી. ત્યારે જ હિરવા અને નિખિલની પહેલી મુલાકાત થઈ, બંનેએ સાથે ડાન્સ કર્યો. બધા ઘણા કલાકો સુધી સાથે રહ્યા. જ્યારે રાત પૂરી થવાની હતી તો નિખિલે હિરવાનો નંબર માંગ્યો પરંતુ તેમણે પ્રયાસ કર્યો કે, સુરક્ષાના કારણોસર તે કોઈ અજાણ્યા વ્યક્તિને તેનો નંબર નહીં આપશે. બંને પોતપોતાના રસ્તે જતાં રહ્યા. પરંતુ તેમના મિત્રોએ એકબીજા સાથે તેમની ડિટેલ્સ શેર કરી દીધી હતી, જેના કારણે નિખિલને હિરવાનો નંબર મળી ગયો. તેણે મેસેજ કરીને હિરવાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.

આ પછી નિખિલે હિરવાને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. ત્યારે તેણે એ જ ગીતના લિરિક્સ 'બ્રેક યોર હાર્ટ'નું સ્ટેટસ મૂક્યું, જેના પર તેણે નિખિલની સાથે ક્લબમાં ડાન્સ કર્યો હતો. આ પછી બંનેની વચ્ચે મેસેજ, પછી કોલ અને પછી વીડિયો કોલ પર કલાકો સુધી વાતચીત થવા લાગી. નિખિલે ભારત આવીને હિરવાના પરિવાર સાથે મુલાકાત કરી અને હિરવા અમેરિકા જઈને નિખિલના પરિવારને મળી. બંને ભલે અલગ અલગ દેશોમાં મોટા થયા, પરંતુ તેમના મૂળ ગુજરાત સાથે જોડાયેલા હતા. તેના એક વર્ષ પછી 2012માં બંનેએ લગ્ન કરી લીધા. તેઓ હનીમૂન માટે ગોવા ગયા, જ્યાં પહેલીવાર બંને મળ્યા હતા. હિરવા લગ્ન બાદ અમેરિકા જતી રહી. હવે બંને અમેરિકામાં રહે છે અને તેમના ત્રણ બાળકો છે. હિરવા એક કન્સલ્ટિંગ કંપનીમાં કામ કરે છે અને નિખિલ ફિઝિશિયન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp