26th January selfie contest

સ્ટેજ પર જ વરરાજાએ દુલ્હનને માર્યો તમાચો! જુઓ Video

PC: nypost.com

લગ્ન પ્રસંગ દરમિયાન એક વરરાજાએ દુલ્હનને માર માર્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. આ ઘટના ઉઝ્બેકિસ્તાનની છે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કપલ લગ્નના રિસેપ્શન દરમિયાન સ્ટેજ પર હતું. આ દરમિયાન એક ગેમ રમાડવામાં આવી. દુલ્હને તે ગેમ જીતી લીધી. જ્યારે વરરાજાને પોતાની હારનો અહેસાસ થયો તો તેણે ગુસ્સામાં પત્ની પર વાર કરી દીધો. ત્યારબાદ દુલ્હને પોતાના માથા પર હાથ મુકી દીધો. પરંતુ, વરરાજા સ્ટેજ પર એવી રીતે ઊભો રહી ગયો જાણે કંઈ થયુ જ નથી. તે ચૂપચાપ ભીડને જોતો રહ્યો. આ દરમિયાન ગીતો પણ વાગતા રહ્યા. ઘટના બાદ આગળ શું થયુ, તેની કોઈ જાણકારી સામે આવી નથી.

ઉઝ્બેકિસ્તાનની પોલીસ તરફથી ઘટનાને લઈને કોઈ નિવેદન સામે નથી આવ્યું. દેશમાં અરેન્જ મેરેજનો લાંબો ઈતિહાસ રહ્યો છે, જોકે હવે અરેન્જ મેરેજ ઓછાં થઈ રહ્યા છે. એ પણ સ્પષ્ટ નથી કે આ લગ્ન અરેન્જ મેરેજ હતા કે લવ મેરેજ.

સોશિયલ મીડિયા પર લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પણ ઘણા લોકોએ ટ્વીટર પર ગુસ્સામાં પ્રતિક્રિયા આપી છે. એક વ્યક્તિએ લખ્યું, આ અસહનીય છે, મને આશા છે કે મહિલા તેના પર આરોપ લગાવે અને વરરાજાને સજા મળે.

બીજા યુઝરે લખ્યું, છોકરીના માતા-પિતા તેને આવી હાલતમાં કઈ રીતે જોઈ શકે છે? વરરાજા કોઈ માફિયા ગુંડો લાગી રહ્યો છે. અન્ય એક યુઝરે તૂટેલા દિલવાળી ઈમોજી પોસ્ટ કરતા લખ્યું- આ એટલું ભયાનક છે કે તેને સોલ્વ ના કરી શકાય. આશા છે કે, દુલ્હન વહેલામાં વહેલી તકે તેનાથી દૂર થઈ જશે.

જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે દેશમાં દુલ્હનને માર મારતા વરરાજાનો વીડિયો સામે આવ્યો છે. 2019માં પણ ઉઝ્બેકિસ્તાનમાં આવી ઘટના સામે આવી હતી. ત્યારે એક વધુને વરરાજાએ લગ્નની કેક લઈ જવાનું નાટક કરવા પર ચિડવવાનો પ્રયત્ન કર્યો હતો જેને કારણે તેને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં દુલ્હન પાછળની તરફ મુકેલી એક સીટ પર ઠોકર ખાઈને પડી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp