
માણસ ગમે તેટલો ગામથી દૂર જતો રહે, પણ તેના દિલમાં ગામ હંમેશાં વસતું હોય છે. એવો જ એક ફોટો તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ગામના રસોડાનો ફોટો છે. માટીનો ચૂલો અને તેની બાજુમાં લાકડાનું નાનું સ્ટૂલ અને સ્ટવ પર કઢાઈ. આ ફોટો જોઈ દરેક વ્યક્તિને પોતાના ગામની યાદ અપાવે છે.
વાયરલ થયેલા આ ફોટોમાં એક ઘરની અંદર એક ‘માટીનો ચૂલો’ બતાવવામાં આવ્યો છે. તેની બાજુમાં લાકડાનું નાનું સ્ટૂલ અને સ્ટવ પર કઢાઈ પણ છે. ફોટો ચોક્કસ તમને જૂના સમયની યાદ અપાવશે.
जिस गाँव में हमने जन्म लिया है उसके आगे लन्दन और मास्को फीके हो जाते हैं!❤️ #दिनकर pic.twitter.com/b6qX2n6azM
— राष्ट्रकवि दिनकर (@MahakaviDinkar) May 30, 2022
જો તમે ક્યારેક ગામડે ગયા હોવ અથવા તમારા કોઈ સંબંધી ગામમાં રહેતા હોય તો તમે આ તસવીર જોઈ જ હશે. આ તસવીર જોઈને તમે બધા સમજી જ ગયા હશો કે આ શું છે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા માટીના ચૂલાનો આ ફોટો દરેકની જૂની અને ગામડાની યાદો તાજી કરી દીધી છે. આ ફોટો ટ્વીટર પર મહાકવિ દિનકર નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.
વાયરલ થઈ રહેલી આ તસવીરમાં એક ઘરની અંદર એક ‘માટીનો ચૂલો’ બતાવવામાં આવ્યો છે. તેની બાજુમાં એક નાનું લાકડાનું સ્ટૂલ અને સ્ટવ પર કઢાઈ પણ છે. આ ચિત્ર ચોક્કસ તમને જૂના સમયની યાદ અપાવશે. ફોટો સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું જે ગામમાં જન્મ્યો હતો તેની સામે લંડન અને મોસ્કો કંઈ નથી.’ લોકો પોસ્ટ પર ઘણી કમેન્ટ્સ અને લાઈક્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘મેં હાલના વર્ષોમાં આવું ઘર જોયું નથી, મને મારું જૂનું ગામ યાદ આવે છે.’ અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે કે, ‘શુદ્ધ સોનું.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp