ઘરે બેસીને પેરેન્ટ્સના પૈસા ઉડાવે છે આ છોકરી, રોજના 40 લાખ રૂપિયાનો કરે છે ખર્ચ

તમે પણ એવા ઘણા લોકો જોયા હશે જેમને જરૂરતથી વધુ ખર્ચ કરવાની આદત હોય છે. પરંતુ ભાગ્યે જ તમે એવી છોકરી વિશે સાંભળ્યું હશે જે પોતે કહે છે કે, તે પોતાના પેરેન્ટ્સના પૈસા ઉડાવે છે અને દરરોજ લગભગ 40 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે.
જો તમે પણ તમારા બાળકોની દરેક જીદ પૂરી કરો છો તો તમારે પણ સાવધાન થવાની જરૂરત છે. બાળકોની દરેક જીદને પૂરી કરવાનો મતલ છે કે, તમે તેમને બગાડી રહ્યા છો. જેના કારણે, તેઓ તેમના જીવનમાં કોઈ પણ વસ્તુની વેલ્યૂ નહીં કરશે. તમને પણ આ કિસ્સો સાંભળીને એક જોરદાર જતકો લાગશે. રોમા અબ્દેસ્સેલમ, ટિકટોકર, પોતાને પ્રોફેશનલ 'સ્ટે-ઈન-હોમ દીકરી' કહે છે. આ ટિકટોકરના નિવેદનો સાંભળીને, સોશિયલ મીડિયા પર કોઈને પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે, કોઈ આ પ્રકારનું નિવેદન કઈ રીતે આપી શકે છે.
છોકરીએ કહી દીધી આવી વાત
આ છોકરીના નિવેદન મુજબ, તે એક પ્રોફેશનલ 'સ્ટે-ઈન-હોમ ડૉટર' છે. એટલું જ નહીં, તેણે આગળ કહ્યું કે પોતાના માતા-પિતાની મહેનતના પૈસા ખર્ચવા એ તેના માટે એક ફુલ ટાઈમ નોકરીની જેમ છે. અહીં તમને જણાવી દઈએ કે, આ છોકરી ન્યૂયોર્કની રહેવાસી છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ પણ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ મુજબ તે પૈસાની વેલ્યૂ કરતી નથી.
છોકરીના આવા નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે, છોકરી પૈસાની અને પોતાના પેરેન્ટ્સ દ્વારા કરવામાં આવતી મહેનતની જરા પણ વેલ્યૂ નથી કરતી. ટિકટોકરે જણાવ્યું કે, તે શોપિંગમાં જ 40 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી નાખે છે. સોશિયલ મીડિયા પર પણ આ છોકરી પોતાના વૈભવી જીવનની ઝલક બતાવતી રહે છે, પછી ભલે તે જ્વેલરી હોય કે પછી કપડાં. રિપોર્ટ મુજબ, છોકરીને આ રીતે પૈસા ઉડાડવાનું ખરેખર મજેદાર લાગે છે.
એકના એક કપડાં નથી કરતી રિપીટ
જોકે છોકરીએ એ વાતનો કોઈ ખુલાસો નથી કર્યો કે તેના પેરેન્ટસ શું કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ટિકટોકર એકના એક કપડા ફરીવાર રિપીટ કરતી નથી. આ છોકરીને એક જ કપડાં બે વાર પહેરવાનું જરા પણ પસંદ નથી. કપડાંને ભેગા કરવાને બદલે આ છોકરી એ કપડાંઓને દાનમાં આપી દે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp