
બાળકો ખૂબ જ માસૂમ અને પ્રેમાળ હોય છે અને તેમની હરકતો ક્યારેક-ક્યારેક આપણું દિલ જીતી લે છે. તેમનું કાર્ય તેમના દયાળુ અને સરળ હૃદયને દર્શાવે છે. જે રીતે આ બે વર્ષની બાળકીનો આ વીડિયો. આ બાળકીને તેની માતા માછલીઓને ખાવાનું ખવડાવવા માટે લઈ ગઈ હતી. નાનકડી બાળકીનો દયાળુ સ્વભાવ અને તેની હરકતો જોવામાં ખૂબ જ મનમોહક છે અને તે તમારું દિલ જીતી લેશે અને તમને ખુશ કરી દેશે.
વીડિયોને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ નતાલિએન્ડબ્રુના પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે એક મા-દીકરી છે. મહિલાનું નામ બ્રૂના ફાવા અને તેની દીકરીનું નામ નતાલી છે. મહિલા નતાલીને માછલીઓને ખાવાનું ખવડાવવા માટે લઈ ગઈ અને જે થયુ તેની તેને આશા પણ નહોતી. વીડિયોમાં બાળકી માછલીને પ્રેમ કરતી દેખાઈ રહી છે. પછી તેને લાગ્યું કે, માછલીને તરસ લાગી હશે તો તે એક ગ્લાસ લઈને માછલીઓને પાણી પીવડાવવા માંડી. તે માછલીઓને ગ્લાસ વડે પાણી પીવડાવવાનો પ્રયત્ન કરે છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે, બાળકોનું દિલ ખૂબ જ સારું, સરળ અને પવિત્ર હોય છે.
View this post on Instagram
વીડિયો 24 જૂને પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને અત્યારસુધીમાં 10 લાખ કરતા વધુ વાર જોવાઈ ચુક્યો છે અને તેના લાખો લાઈક્સ અને કમેન્ટ્સ પણ આવી ચુકી છે. વીડિયોએ લોકોનું દિલ જીતી લીધુ છે અને દરેક વ્યક્તિ વીડિયો પર પ્રેમભરી કમેન્ટ કરી રહી છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, કેટલો પ્રેમ. તે કદાચ તરસી હતી. બીજા એ યુઝરે લખ્યું, અમારી પાસે ઘરે એક માછલીનું ટેંક છે અને જ્યારે અમે પાણી બદલીએ છીએ, તો મારી 3 વર્ષની બાળકી કહે છે કે માછલી બાથ લઈ રહી છે. આ ખૂબ જ મજેદાર છે.
View this post on Instagram
થોડાં દિવસો પહેલા જ આવો જ એક બાળકીનો ક્યૂટ વીડિયો વાયરલ થયો હતો, જેમા બાળકી 90’sના ગીત પર જબરદસ્ત એક્સપ્રેશન સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં આધ્યાશ્રી નામની બાળકી બાથરૂમના વોશબેસિનમાં બેસીને 90ના દાયકાના ગીત પર શાનદાર એક્સપ્રેશન આપતી દેખાઈ રહી છે. નાનકડી આધ્યાશ્રીનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પણ અત્યારસુધી 30 હજાર કરતા વધુ લાઈક્સ આવી ચુકી છે. તેમજ લોકો બાળકીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp