ઓફિસમાં પણ લોકો જોઈ રહ્યા છે પોર્ન, સામે આવ્યું ચોંકાવનારું કારણ
ઓફિસમાં કામ કરતી વખતે મોટાભાગના લોકો વચ્ચે-વચ્ચે ઉઠીને થોડા સમય માટે બ્રેક લે છે. આ દરમિયાન ઘણા લોકો થોડું વોક કરે છે તો ઘણા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, કેટલાક લોકો એવા પણ છે જે આ બ્રેક ટાઈમમાં શોપિંગ સાઈટ્સ પર કંઈક ને કંઈક સર્ચ કરે છે. પરંતુ, શું લોકો ઓફિસ અવર્સમાં પોર્ન પણ જોઈ રહ્યા છે? ઓફિસમાં પોર્ન જોવું ખૂબ જ શરમજનક માનવામાં આવે છે પરંતુ, કન્ટેન્ટ પ્લેટફોર્મ, સાઈબર સિક્યોરિટી અને સાઈકોલોજિસ્ટનું માનવુ છે કે, કામ કરતી વખતે પોર્ન જોવું ખૂબ જ કોમન છે.
તેને લઈને કરવામાં આવેલા એક રિસર્ચમાં એ વાતનો ખુલાસો થયો છે કે, કામ કરતી વખતે પોર્ન જોવુ એટલું પણ અસામાન્ય નથી જેટલું લોકો તેને સમજે છે. ડિજિટલ લાઈફસ્ટાઈલ મેગેઝિન શુગરકુકી માટે કરવામાં આવેલા એક ગ્લોબલ સર્વેમાં એ ખુલાસો થયો કે, 60 ટકા કરતા વધુ લોકોનું માનવુ છે કે તેમણે ઓફિસમાં કામ કરતી વખતે પોર્ન જોયુ હતું. તેમજ વર્ષ 2020માં સિક્યોરિટી ફર્મ કાસ્પર્સકી તરફથી કરવામાં આવેલા એક સર્વે અનુસાર, વર્ક ફ્રોમ હોમ કરનારા અડધા કરતા વધુ કર્મચારીએ એ વાતને માની છે કે તેઓ કમ્પ્યુટર અથવા મોબાઈલ ફોન પર એડલ્ટ કન્ટેન્ટ જોવામાં સંકોચ નથી અનુભવતા.
2021માં દુનિયાની સૌથી મોટી પોર્ન સાઈટ, પોર્નહબ માટે કરવામાં આવેલી એક ગ્લોબલ સ્ટડીમાં એ વાતનું સમર્થન કરવામાં આવ્યું છે કે, લોકો કામના કલાકો દરમિયાન પોર્નોગ્રાફી જુએ છે. આંકડાઓ અનુસાર, સૌથી વધુ લોકો રાત્રે 10થી 1 વાગ્યા સુધી પોર્નોગ્રાફી જુએ છે. તેમજ, ડેટામાં એવુ પણ સામે આવ્યું છે કે, એવા ઘણા ઓછાં લોકો છે જે સાંજના 4 વાગ્યે પણ પોર્નોગ્રાફી જુએ છે, જ્યારે ઓફિસ ટાઈમ પૂરો થવાનો હોય છે.
કામ દરમિયાન પોર્નોગ્રાફી જોવાના ઘણા મામલા સામે આવતા રહે છે. થોડાં સમય પહેલા જ બ્રિટનમાં એક એવો જ મામલો સામે આવ્યો હતો જ્યાં નીલ પેરિશ નામના એક સાંસદ, સંસદ ભવનમાં બેસીને પોર્નોગ્રાફી જોતા પકડાયા હતા. ભારતમાં પણ આ પ્રકારનો એક મામલો સામે આવ્યો હતો, જ્યાં કર્ણાટક વિધાનસભામાં ત્રણ મંત્રીઓને મોબાઈલ ફોનમાં પોર્નોગ્રાફી જોતા પકડવામાં આવ્યા હતા.
સાયકોલોજિકલ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, ઓફિસમાં પોર્નોગ્રાફી જોવાનું સૌથી મોટું કારણ એ હોય છે કે લોકો કામ દરમિયાન કંટાળો અનુભવે છે, એવામાં પોર્ન જોઈને તે લોકો પોતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરે છે. તેમજ, ઘણા લોકો ઓફિસમાં પોર્ન એટલા માટે જુએ છે જેથી નવા એક્સપીરિયન્સની મજા લઈ શકે. મોટાભાગે લોકો પોર્ન એટલા માટે પણ જુએ છે, જેથી તેમના કોઈ નવો એક્સપીરિયન્સ મળી શકે જે સામાન્ય રીતે તેમને પોતાની સેક્સ લાઈફથી નથી મળી શકતો.
યૂકેમાં બર્મિંઘમ સિટી યુનિવર્સિટીમાં હેલ્થ સાઈકોલોજીના પ્રોફેસર ક્રેગ જેક્સને જણાવ્યું હતું કે, મોટાભાગના લોકો જે ઓફિસમાં પોર્ન જુએ છે, તેઓ એ રીતે રિએક્ટ નથી કરી શકતા જે રીતે તેઓ ઘરે પોર્ન જોતી વખતે કરે છે. ઓફિસમાં પોર્નોગ્રાફી એવા કર્મચારી જુએ છે, જેમને કોઈક વાતનો ગુસ્સો આવતો હોય. આ લોકો સ્ટ્રેસ ઓછું કરવા અને નવા પડકારોનો સામનો કરવા માટે આવું કરે છે. ઘણી ઓફિસોમાં કર્મચારીઓને એવુ અનુભવાય છે કે તેમને બોસ ઈગ્નોર કરી રહ્યા છે. એવામાં આ તમામ નકારાત્મક વિચારો સાથે ડીલ કરવા માટે લોકો પોર્નોગ્રાફીનો સહારો લે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp