લગ્નમાં દુલ્હનની એન્ટ્રી થઈ ગઈ બરબાદ, માથા પર આવીને બેસી ગયું કબૂતર અને પછી..
આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ વીડિયોમાં સોનેરી લહેંગામાં દુલ્હનને વેડિંગ વેન્યૂ પર ગ્રાન્ડ એન્ટ્રી કરતી જોઈ શકાય છે, જ્યારે તેની સામે સફેદ કબૂતર ઊડી રહ્યા હતા. જ્યારે તે સ્ટેજ પર એન્ટ્રી આકરી રહી હતી, તો તેની એન્ટ્રી માટે ઉપયોગ કરવામાં આવેલા સફેદ કબૂતરોમાંથી એક તેના માથા પર બેસી ગયું.
દુલ્હનને તેનાથી હેરાન નજરે પડે છે, પરંતુ તે શાંત રહેવામાં સફળ રહી કેમ કે લગ્નના પ્લાનર્સમાંથી એક વ્યક્તિએ તેને બચાવવા માટે નજીક જઇને કબૂતરને તેના માથા પરથી ઉડાવવામાં મદદ કરી. આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર witty_wedding નામના વેડિંગ પેજ દ્વારા શેર કરવામાં આવી છે. ત્યાં સુધી ક્લિપને 11.6 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે અને ઘણી બધી કમેન્ટ્સ મળી છે. ઈન્ટરનેટ યુઝર્સ એવા પ્રયાસોની નિંદા કરતા પોતાને રોકી ન શક્યા.
એક વ્યક્તિએ લખ્યું કે, ‘તે હાસ્યાસ્પદ છે. પોતાના મૂર્ખતાપૂર્ણ મનોરંજન માટે પક્ષીઓને નુકસાન કેમ પહોંચાડો છો. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ તો હદ જ થઈ ગઈ વાયરલ થવા માટે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, આ કોઈ પ્રેમાળ કોન્સેપ્ટ નથી. કોઇની તસવીર-વીડિયો આવે એટલે આ પંખીને પરેશાન કરવું યોગ્ય નથી. એક યુઝરે લખ્યું કે, પોતાના બિઝનેસ માટે મૂંગા પક્ષીઓને તો છોડી દેતા. ખરાબ લોકો. એક યુઝરે મજાક કરતા કહ્યું કે, ઉપર જઈને આ લોકો પાસે મુજરો કરાવશે. આ વીડિયોને 5 લાખ 99 હજાર કરતા લોકોએ લાઇક કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp