છોકરીએ વર બનીને બહેનપણી સાથે લીધા સાત ફેરા!

PC: instagram.com/reenu_sharma31

લગ્નમાં ઘણા પ્રકારના રિચ્યુઅલ હોય છે અને દરેકને તેની બાબતે વિસ્તારથી ખબર હોય છે. લગ્ન નક્કી થયા બાદ જ હિન્દુ રીત-રિવાજમાં ઘણા પ્રકારની માન્યતાઓ છે અને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રકારના લગ્ન સંપન્ન કરાવવામાં આવે છે. ઘણા પ્રકારના રીત-રિવાજ થાય છે, જ્યારે ક્યાંક એમ હોતું નથી. એવામાં જે વિસ્તાર છે એ હિસાબે લગ્નની માન્યતાઓ પણ હોય છે. સોશિયલ મીડિયા પર એવા ઘણા બધા વીડિયો ઉપસ્થિત છે, જેમાં અલગ અલગ રીત-રિવાજોની ઝલક નજરે પડે છે. જો કે, સામાન્ય વ્યક્તિ આ વસ્તુ સમજી શકતા નથી.

ચાલો તો અમે તમને એક વીડિયો બાબતે જણાવીએ જે રીત-રિવાજોના આધાર પર જ છે. જેમ કે તમે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકો છો કે બે છોકરીઓ એક-બીજા સાથે લગ્ન કરી રહી છે. એક છોકરીએ તો વરરાજાનો ડ્રેસ પહેરી રાખ્યો છે, જ્યારે બીજી છોકરી દુલ્હનના ડ્રેસમાં નજરે પડી રહી છે. વરરાજા બનેલી છોકરીએ સહરાથી લઈને શેરવાની, મોજડી વગેરે પહેરી રાખ્યું છે, જ્યારે દુલ્હને સાંજ શણગાર સાથે કપડાં પહેર્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા બનેલી છોકરીનું સ્વાગત કરવામાં આવે છે અને પછી વરમાળાની રીત થાય છે. ત્યારબાદ એક દાદી અગ્નિને સાક્ષી માનીને બંનેને સાત ફેરા લેવડાવે છે. બંનેના લગ્ન સંપન્ન થઈ જાય છે, તો અગ્નિ સામે બેસી જાય છે.  લગ્ન પૂરા થયા બાદ પરિવારજનોએ વરરાજા બનેલી છોકરી, દુલ્હન બનેલી છોકરીને ખોળામાં ઉઠાવી લે છે અને પછી ફોટો ખેચાવે છે. થોડી જ સેકન્ડના વીડિયોને જોઈને એમ લાગે છે કે બંને છોકરીઓએ એક-બીજા સાથે લગ્ન કર્યા.

જો કે, વીડિયો જોનારા યુઝર્સે લગ્નના એક રિચ્યુઅલ બતાવ્યા અને કહ્યું કે, એમ ઘણા લગ્નોમાં થાય છે, જ્યારે વરરાજા પોતાની દુલ્હનને લેવા માટે જાન લઈને જાય છે તો વર પક્ષની મહિલાઓ એમ મજાક મસ્તી માટે કરે છે. કેટલાક લોકો મસ્તી મજાકમાં કરે છે તો કેટલાક લોકો એવી રીતે કરે છે જેમ કે હકીકતમાં લગ્ન કરી લીધા હોય. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર reenu_sharm31 નામના યુઝરે શેર કર્યો છે, જેને 5 લાખ કરતા વધુ લોકોએ લાઇક કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp