વજન ઘટાડવા માટે તમે પણ ખાલી પેટ પીવો છો લીંબુ પાણી? જાણો આનો ફાયદો છે કે નહીં

PC: ndtv.in

વજન ઘટાડવા માટે લોકો હજારો નુસ્ખા અપનાવે છે, પરંતુ પાણીમાં મધ અને લીંબુ મેળવીને ખાલી પેટે પીવાનો નુસ્ખો વજન ઘટાડવાના નુસ્ખાઓના લિસ્ટમાં સૌથી ઉપર આવે છે. એવા ઘણા બધા લોકો છે જે દરરોજ સવારે ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવે છે. ઘણા લોકો તેને સવારની સારી આદત તરીકે જુએ છે, ખાસ કરીને શિયાળાની ઋતુની દ્રષ્ટિએ પણ તે સારી છે.

વજન ઘટાડવા અને શિયાળામાં ગરમ રહેવા માટે ઘણા લોકોનું આ મનપસંદ પીણું હોય શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, તેનાથી કેટલુક નુકશાન પણ થઈ શકે છે. ખરેખર, તે કેટલાક લોકોને ફાયદાની જગ્યાએ ભારે નુકસાન પણ કરી શકે છે. તે ઘણી સમસ્યાઓને આમંત્રણ પણ આપે છે અને ઘણીવાર પેટમાં બળતરા અથવા દુખાવો પણ થઈ શકે છે. તેથી, આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે કઈ હદ સુધી વજન ઘટાડવા માટે ખાલી પેટે પાણી, મધ અને લીંબુ પીવું યોગ્ય છે કે નહીં.

સવારના સમયે મધ ખાવાના ફાયદા

ડૉક્ટરો ઘણીવાર સવારે સૌથી પહેલા ખાલી પેટે મધ પીવાની સલાહ આપે છે. એવું એટલા માટે છે કારણ કે, તે તમને તરત એનર્જી આપે છે જે આખો દિવસ તમારા શરીરમાં રહે છે. આ સિવાય સૂતા પહેલા એક મોટી ચમચી મધ નહીં માત્ર આરામની ઊંઘ આપે છે પરંતુ પાચનક્રિયાને પણ સુધારે છે, સાથે જ શરીર અને મગજને આરામ આપે છે. મધ એક ઉત્તમ કુદરતી ઔષધિ છે અથવા તમે એમ કહો કે એક અમૃત છે. દરરોજ સવારે એક ચમચી મધ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે.

મધ અને લીંબુ પાણી કેવી રીતે શરીર પર કામ કરે છે?

મધ અને લીંબુમાં મોટી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે. ફ્રી રેડિકલ્સ એટલે કે મુક્ત કણ જે આપણા શરીરમાં ખોરાકના પાચન દરમિયાન ઉત્પન્ન થાય છે અને તે શરીર માટે હાનિકારક હોય છે. એટલા માટે નિષ્ણાતો લીંબુના થોડા રસની સાથે દરરોજ એક ગ્લાસ પાણીમાં મધ મેળવી પીવાની સલાહ આપે છે. તે એક સારું સવારનું પીણું છે. તે મેટાબોલિઝમને (મેટાબોલિઝમ) વધારે છે જેના કારણે શરીરની ચરબી ઓગળે છે.

હૂંફાળા પાણીની સાથે લીંબુ અને મધ મિક્સ કરવાથી તે એક ડિટોક્સ ડ્રિંક બની જાય છે જે વજન ઘટાડવામાં, કબ્જ અને સોજાથી રાહત અપાવવાની સાથે જ તમારા લીવરને પણ સાફ કરવામાં મદદ કરે છે. તેના સેવનથી શરીરને એક બે નહીં પરંતુ અસંખ્ય ફાયદાઓ મળે છે. ખાલી પેટે નવશેકું પાણી શરીર પર ચમત્કારિક અસર કરે છે. આ સિવાય લીંબુ અને મધ બંનેના જ અલગ અલગ ફાયદાઓ છે. આવી સ્થિતિમાં આ ત્રણેયને મિક્સ કરીને બનાવેલું આ પીણું શરીર માટે ખૂબ જ વધુ ફાયદાકારક થઈ જાય છે.

લીંબુ અને મધનું આ પીણું કેવી રીતે બનાવશો

નિષ્ણાતોના મુજબ, આ પીણું બનાવવા માટે પાણી વધુ ગરમ નહીં હોવું જોઈએ, માત્ર હૂંફાળું હોવું જોઈએ. તમારે વધુમાં વધુ 200થી 250 મિલીલિટર પાણીમાં મધ મિક્સ કરવું જોઈએ. તેને ધીરે ધીરે પીવો અને તેનો આનંદ લો. લગભગ બે મહિનામાં તમે જોશો કે તમારા પેટની ચરબી ઓછી થઈ ગઈ છે.

કોણે પાણી, લીંબુ અને મધનું આ પીણું નહીં પીવું જોઈએ

નિષ્ણાતોનું કહેવું છે કે, પેટમાં અલ્સર અને એસિડિટીવાળા લોકોએ આ પીણું નહીં પીવું જોઈએ. જો તમને ખાલી પેટે મધ અને લીંબુ પાણી પીધા પછી પેટમાં બળતરાનો અનુભવ થઈ રહ્યો છે, તો તમને એસિડિટી અથવા પેટમાં અલ્સરની સમસ્યા થઈ શકે છે. તેનાથી તમારા પેટમાં બળતરા પણ થઈ શકે છે અને પછી તમને દુખાવો પણ થઈ શકે છે. તેથી તેનાથી બચો. આ સિવાય જો કોઈને ટૉમસિલની સમસ્યા રહે છે તો તેમણે પણ આ પીણાંના વધુ સેવનથી બચવું જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓ દૂર રહે

મધ અને લીંબુ પાણી ડાયાબિટીસના લોકો માટે સારું નથી કારણ કે, તે મધને કારણે મીઠ્ઠુ હશે. એટલા માટે ડાયાબિટીસના દર્દીઓએ ખાંડ અને મધથી દૂર રહેવું જોઈએ.

બેરિયાટ્રિક સર્જરી કરાવનારા લોકો ભૂલથી પણ નહીં પીવે આ પીણું

જો તમે હાલમાં જ બેરિયાટ્રિક સર્જરી કરાવી છે, જેને વજન ઘટાડવાની સર્જરી પણ કહેવામાં આવે છે, તો આ પીણું તમારે નહીં પીવું જોઈએ. નિષ્ણાતોનું કહેવું છે કે, આવા લોકોને ઓપરેશન પછી મધ અથવા ખાંડનું સેવન કરવા પર ડમ્પિંગ સિન્ડ્રોમ થઈ શકે છે, જે ખૂબ જ ખતરનાક સ્થિતિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp