138 કિલોના IPS ઓફિસરે બિરીયાની-પિત્ઝા ખાઈને ઘટાડ્યું 48 કિલો વજન

PC: indiatodayne.in

આજના સમયમાં અનહેલ્ધી ખાનપાન અને તેના પર ફિઝિટકલ ઇનએક્ટિવિટીને પગલે મોટાભાગના લોકો મેદસ્વિતાનો શિકાર થઈ રહ્યા છે. તેમજ, જિદ્દી ચરબીથી છૂટકારો મેળવવા માટે તેઓ તમામ પ્રકારના જતન કરે છે. છતા ઘણીવાર માત્ર નિરાશા જ મળે છે. જો તમે પણ આ જ લોકોમાંથી એક છો અથવા પોતાના વધતા વજનને કંટ્રોલ કરવા માટે કોઈ ખાસ ટ્રિક શોધી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે. અહીં એવા IPSની સ્ટોરી જણાવવામાં આવી છે જેણે ખૂબ જ ઓછાં સમયમાં પોતાનું 48 કિલો વજન ઓછું કરી દીધુ. કમાલની વાત એ છે કે, તેના માટે ઓફિસરે વધુ મહેનત પણ કરવી નથી પડી, સાથે જ બિરયાની, પૂરી, ચાટ, પિઝ્ઝા જેવા પોતાના મનપસંદ ફૂડ્સ પણ ખાધા. તો તમે પણ જાણી લો IPSની વેટલોસ જર્ની વિશે.

ટ્રાન્સફોર્મેશન કરનારા આ IPS ઓફિસરનું નામ વિવેક રાજ સિંહ કુકરેલે છે. ઓફિસર હાલ ગુવાહાટીમાં DIG Law & Order છે. એક મીડિયા હાઉસ સાથે વાતચીત દરમિયાન 2006 બેચના IPS ઓફિસરે જણાવ્યું કે, તે શરૂઆતથી જ ખાવાના શોખીન રહ્યા છે અને તેને કારણે નાનપણથી જ તેમનું વજન ખૂબ જ વધુ હતું. જ્યારે તેઓ 8માં ધોરણમાં ભણતા હતા ત્યારે તેમનું વજન 88 કિલોની આસપાસ હતું. UPSCની તૈયારી દરમિયાન ખાવા-પીવા અને સુવાની આદત બગડી ગઈ, જેના કારણે તેમનું વજન ઓર વધી ગયુ.

IPS ઓફિસરે જણાવ્યું, એક્ઝામ ક્લિયર કર્યા બાદ જ્યારે હું રાષ્ટ્રીય પોલીસ એકેદમી ટ્રેનિંગ માટે ગયો, તે સમયે મારું વજન 134 કિલો હતું. ત્યારે મેં વિચારી લીધુ હતું કે આને કોઇપણ સંજોગોમાં વહેલી તકે ઓછું કરવુ પડશે. તેના માટે મેં રનિંગ શરૂ કર્યું. ફાયદો થયો અને મારું વજન 134થી ઘટીને 104 થઈ ગયુ. જોકે, ખાવા-પીવાની ખરાબ આદતોને કારણે વધુ સમય તે મેન્ટેન ના રહ્યું અને પછી વજન 138 કિલો થઈ ગયુ. પછી વજન ઓછું કરવા એક પ્રોપર પ્લાન બનાવ્યો.

આ રીતે ઘટાડ્યું 48 કિલો વજન

ઓફિસરે જણાવ્યું, શરૂઆતમાં મેં કોઇકરીતે મારું 8 કિલો વજન ઓછું કરી લીધુ પછી 9-10 વર્ષ મારું વજન 130 કિલો રહ્યું. વેટ લોસ માટે સૌથી પહેલા વોક કરવાનું શરૂ કર્યું. તેઓ રોજ 30થી 40 હજાર સ્ટેપ્સ ચાલતા હતા. તેનાથી ઘણો ફાયદો મળ્યો. તેમણે ડાયટ ફોલો કરવાને બદલે વધુ કેલરી બર્ન કરવા પર ધ્યાન આપ્યું. ન્યુટ્રિશનની બેઝિક જાણકારી મેળવી. તેના દ્વારા જાણકારી મેળવી કે રોજ 300-400 કેલરી ઓછી લેવાની છે. તેઓ રોજ 1.2થી 2.0 ગ્રામ પ્રોટીન અને 0.6 ગ્રામ પ્રતિ કિલો બોડી વેટ પ્રમાણે લેતા હતા. IPS ઓફિસરે હેલ્ધી ડાયટની સાથે મનપસંદ ફૂડ જેમકે બિરયાની, પૂરી, ચાટ, પિઝ્ઝા પણ ખાધા. આજે પોતાને ફિટ રાખવા માટે તેઓ દરરોજ 10થી 12 કિલોમીટર રનિંગ કરે છે. સાથે જ તેમને સાઇકલિંગનો પણ શોખ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp