મૃત્યુ પામેલ અંગત વ્યક્તિ સપનામાં દેખાય તો તેનો શું અર્થ થાય ?
તમે કોઈ એવા સપનામાંથી જાગ્યા છો જેમાં તમારા અંગત મૃ્ત્યું પામેલ વ્યક્તિ તમારો સંપર્ક કરવાની કોશિશ કરી હોય. શું એ શક્ય છે કે મૃત્યુ પામેલ વ્યક્તિ તમારી સાથે સપના દ્વારા વાત કરી હોય ? જ્યારે તમે સપના જોવો છો ત્યારે તમે તમારા કોન્શિયસ અને સબકોન્શિયસ બ્રેઈન ને એક્સેસ કરો છો. તમે જાગતા હોવ ત્યાર કરતા સૂતા સમયે ઈમોશન્સ અને મેમરીને વધુ એક્સેસ કરી શકો છો. કોઈ વાર સપનામાં માત્ર તમારા અંગત વ્યક્તિની યાદ હોય છે.
પણ બની શકે તમારા સપનામાં સાચે તમારા મૃત્યુ પામેલ સબંધી આવ્યા હોય. અડધા કરતા વધુ અમેરીકન મૃત્યુ પછીના જીવનમાં વિશ્વાસ ધરાવે છે. તેઓ માને છે કે મૃતક વ્યક્તિ આપણો સંપર્ક કરી શકે છે. જ્યારે કોઈ પોતાનું મૃત્યુ પામે ત્યારે તમે દુખ અનુભવો છો. આ દુખ તમે અઠવાડીયા, મહીનાઓ કે વર્ષો સુધી યાદ રાખો છો. આ ખોટને ક્યારેય પૂરી શકાતી નથી અને તેનું દર્દ હંમેશા સાથે રહે છે.
તેમના સપના આવવા તે સારી વાત છે. મૃતક વ્યક્તિને તે પોતાના સપનામાં જોઈને આનંદ અનુભવે છે. તેમને જોઈને એવું લાગે છે કે તેઓ હજી આપણી સાથે જ છે. જો તમને તમારા સ્વર્ગવાસી લોકોના સપના આવતા હોય તો આ 7 સાઈન દ્વારા તેઓ તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમ કહેવાય...
- તમે ઉઠો ત્યારે તમને લાગે છે કે તમને કોઈ જોઈ રહ્યું છે
ઘણા લોકોને એવું ફીલ થાય છે કે આપણને છોડીને ગયા પછી આપણા પ્રીયજનો આપણને જોવે છે. તમે ઉંઘ માંથી ઉઠો અને એવું લાગે કે રૂમમાં તમારી સાથે કોઈ હતું તો તમારા પ્રીયજનો તમને કહેવાની કોશિશ કરી રહ્યા છે કે તેઓ તમને જોઈ રહ્યા છે. જોકે જોવાની લાગણી થોડી અજીબ હોઈ શકે પણ આ કેસમાં તમે સેફ ફીલ કરશો. તમને એવું સપનું પણ આવી શકે કે કોઈ તમને જોઈ રહ્યું હતું. આ પણ તમારા પ્રીયજનની એક રીત છે કહેવા માટે કે તેઓ તમારી આસપાસ છે.
- તમારા સપનામાં તમારા પ્રીયજનની યાદો હતી
કોઈવાર તમે જાગતા હોવ ત્યારે તમારા પ્રીયજનને યાદ કરો છો પણ સપનામાં તેમની યાદ આવે તો બની શકે તેઓ તમારો સંપર્ક કરવાથી કોશિશમાં છે. ખાસ કરીને તેમનાથી રીલેટેડ કોઈ એવી વાત તમને આપવું જોઈએ.
- નોર્મલ કરતા અલગ રૂપમાં તમને તમારા પ્રીયજન દેખાય છે
જો અલગ રીતે તમને તમારા સ્વર્ગવાસી પ્રીયજન દેખાય તો તેનો મતલબ એ છે કે તે તમને કોઈ ચેતવણી આપવાની કોશિશ કરી રહ્યા છે. તેમના દ્વારા અપાતા ક્લૂ પર ધ્યાન આપો. તેઓ તમને કોઈ ચીંતામાંથી બચાવવા માંગતા હશે કે પછી આવનારા સંકટ વિશે ચેતવવા માંગતા હશે.
- તમે ઉઠો ત્યારે શાંતિ અનુભવો છો
પીસફુલ ઉઠો તો કેટલી મજા આવે છે. આવું રોજ નથી બનતું પણ જો ક્યારેક બને તો બની શકે તમારા સ્વર્ગવાસી પ્રીયજનને તમારી તબિયતની ચિંતા હતી અને તેમણે તમને આખી રાતની સરખી ઉંઘ આપી છે. આફ્ટર ડે કમ્યુનીકેશન ની સ્ટડી કરવાથી જાણ થઈ કે મોટા ભાગે મૃત્યુ પામેલ વ્યક્તિ તેમના દુખમાંથી બાહર આપવાની મદદ કરે છે. મોટા ભાગના લોકો તેના પ્રીયજનના આત્માને મળ્યા હોય તેવું તેમને લાગ્યું. આ કનેક્શન ફીલ કરવાથી તમે દુખથી બાહર આવીને તમારી રૂટીન લાઈફ શરુ કરો છો. મૃત્યુ પછી પણ એક જીવન છે અને તમારા પ્રીયજન ત્યાં તમારી રાહ જોઈ રહ્યા છે તે જાણીને તમને હાશકારો થાય છે.
- તમારું સપનું સાચું હોય તેવું લાગે છે
કોઈક સપના એવા હોય છે કે સપના જોનારને લાગે છે કે ખરેખર મૃત્યુ પામેલ પ્રીયજન તેમની સાથે હતા. આ ડ્રીમ એટલા રીયાલીસ્ટિક હોય છે કે તમે તેમને જોઈ શકો છો, ફીલ કરી શકો છો અને સાંભળી પણ શકો છો. આવા સપના દ્વારા તમારા પ્રીયજન તમારી સાથે વાત કરવા માંગતા હોય તો આવી શકે.
ઈમોશનલી સ્ટ્રોન્ગ હોય છે આવા સપના, કારણ કે તમને તેમની હાજરી મહેસુસ થાય છે. ઘણી વાર તે તમને વધુ દુખી કરે છે. તમારા પ્રીયજનો તમને દુખી કરવા નહીં પણ તમારી પાસે રહેવા ઈચ્છતા હતા. આવા સપના એક ચોક્કસ સાઈન છે કે તે તમારો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા હતા.
- મૃત્યુ સમયે હતા તેના કરતા તમારા પ્રીયજન નાના અને હેલ્ધી દેખાય છે
તમારા પ્રીયજન મોટા ભાગે તમને નાના અને હેલ્ધી દેખાશે. તમને જેવા હેલ્ધી અને ખુશ તેમને જોવા માંગતા હતા એવા જ દેખાય છે. તેઓ તમને કહેવા માગે છે કે તેઓ ગયા ત્યારે કોઈ દુખ નહોતું અને હવે તેઓ ખુશ છે.
- તેઓ તમને કહેવા માંગે છે કે તે ખુશ છે અને હજી પણ તમારી સાથે છે
કોઈક વાર સપનામાં તમારા પ્રીયજન તમારી સાથે વાતો કરી શકે છે. તમને તેમનો અવાજ સંભળાય છે કે પછી તેઓ તમને કંઈક કહે છે તેવો ભાસ થાય છે. તેમને ખબર છે કે તેઓ ક્યાં છે તેની ચિંતા તમને છે માટે તેઓ સપનામાં આવીને તમને કહે છે કે બધું બરાબર છે અને તેઓ ખુશ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp