શું હોય છે વિસરા રિપોર્ટ, જેનાથી ખુલશે સતીશ કૌશિકના મોતનું અસલી રહસ્ય

PC: twitter.com

રાત્રે 11 વાગ્યે અચાનક તેમની તબિયત બગડી ગઈ. હૉસ્પિટલ લઈ ગયા બાદ તેમનું નિધન થઈ ગયું. માનવામાં આવી રહ્યું છે કે, સતીશ કૌશિકનું નિધન કાર્ડિયક અરેસ્ટથી થયું છે, પરંતુ તેમની પ્રસિદ્ધિ જોતા દિલ્હી પોલીસ તમામ એંગલથી તેમના મોતની તપાસ કરી રહી છે.

ગુરુવારે સતીશ કૌશલના શબનું પોસ્ટમોર્ટમ થયું. તેમાં પણ તેમના મોતનું કારણ હાર્ટ એટેક હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આગળની તપાસ માટે તેમના શબનું વિસરા સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે. હવે વિસરા ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ જ તેમના મોતનું અસલી કારણ સુનિશ્ચિત થઈ શકશે. આવો તો અમે આ આર્ટિકલમાં બતાવીએ કે શું હોય છે વિસરા રિપોર્ટ અને તેનું ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે, તેમજ તેનું કાયદાકીય રીતે શું મહત્ત્વ છે?

કઈ પરિસ્થિતિમાં સુરક્ષિત રાખે છે વિસરા?

કોઈ પણ શબનું પોસ્ટમોર્ટમ બાદ વિસરા ટેસ્ટ એ કેસોમાં કરવામાં આવે છે, જ્યાં તેની હત્યાની શંકા હોય છે. આ એવા કેસ હોય છે, જ્યાં મોતનું કારણ પોસ્ટમૉર્ટમમાં સ્પષ્ટ હોતું નથી. એ કેસોમાં પણ પોસ્ટમોર્ટમ સાથે જ વિસરા ટેસ્ટ પણ કરાવવામાં આવે છે, જેમાં આગળ મોતના કારણ પર વિવાદ ઊભો થવાની સંભાવના રહે છે. તેનાથી એ જાણકારી મળી જાય છે કે, જે મોત માટે હાર્ટ એટેક, અસ્થમા એટેક વગેરે કારણ માનવામાં આવે છે, તે કોઈ ખાસ કેમિકલ કે ખાવા-પીવાની દેન તો નથી?

તેના માટે શબના ખાસ હિસ્સામાંથી સેમ્પલ, ઊંડી ફોરેન્સિક તપાસ માટે સુરક્ષિત રાખવામાં આવે છે, જેને વિસરા સુરક્ષિત કરવાનું કહેવામાં આવે છે. આ કામ પોસ્ટમોર્ટમ કરી રહેલા ડૉક્ટર જ કરે છે. ડૉક્ટર આ કામ એ સ્થિતિમાં કરે છે, જ્યારે તેમને પોસ્ટમૉર્ટમથી સાચા કારણની સમજ પડતી નથી અને તેઓ વધુ ગાઢ પરીક્ષણની જરૂરિયાત અનુભવે છે.

કેવી રીતે થાય છે વિસરા ટેસ્ટ?

ફોરેન્સિક તપાસ માટે પોસ્ટમોર્ટમ દરમિયાન જ શરીરના બાહ્ય અંગોની તપાસ કર્યા બાદ સેમ્પલ સુરક્ષિત રાખી લેવામાં આવે છે. કોઈ પણ પ્રકારનું કેમિકલ સૂંઘવા કે ખાવા દ્વારા શરીરની અંદર જવા પર સેન્ટ્રલ કેવિટીમાં ઉપસ્થિત છાતી, પેટ વગેરે સાથે જોડાયેલા અંગો પર તેની અસર જરૂર થાય છે. આ અંગોના સેમ્પલમાં કેમિકલ કે ઝેરની અસર વિસરા સેમ્પલની કેમિકલ તપાસ દરમિયાન ખબર પડી જાય છે. જો કે, આ જાણકારી ત્યારે મળે છે જ્યારે વિસરા ટેસ્ટ માટે પોસ્ટમોર્ટમ દરમિયાન સેમ્પલની તપાસ 15 દિવસની અંદર કરી લેવામાં આવે. વિસરા તપાસ મોટા ભાગે ફોરેન્સિક સાયન્ટિસ્ટ કરે છે. તેમાં મૃત્યુ પામનારની લોહી, વીર્ય વગેરેની તપાસ કરવામાં આવે છે.

શું કાયદાકીય રૂપે યોગ્ય છે વિસરા રિપોર્ટ?

વિસરા રિપોર્ટ પૂરી રીતે કાયદાકીય પુરાવા રૂપે માન્ય છે. વિસરા રિપોર્ટમાં મૃત્યુ પામનારના શરીરમાં કોઈ પ્રકારનું ઝેર કે કેમિકલ મળવા પર કેસની તપાસ કરી રહેલી એજન્સી તેને નેચરલ ડેથ જાહેર નહીં કરી શકે. તેને કોઈ પણ મોતના કેસમાં કારણની જાણકારી મેળવવાની સૌથી જરૂરી રીત માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે પણ 21 જાન્યુઆરી 2014ના રોજ એક નિર્ણયમાં મોતના શંકાસ્પદ કેસોમાં શબનું વિસરા ટેસ્ટ કરાવવાનું તપાસ એજન્સીઓ માટે અનિવાર્ય જાહેર કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp