26th January selfie contest

રસ્તા પર પાણી ભરાતા નાની બહેનને પીઠ પર બેસાડીને ચાલવા લાગ્યો ભાઈ, જુઓ વીડિયો

PC: twitter.com

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ દેશના ખૂણે ખૂણામાં મન મૂકીને વરસી રહ્યો છે. નદીઓમાં નવા નીરની આવક થઈ છે. કેટલાક ડેમો છલકાઈ જવાથી ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે. NDRFની ટીમ લોકોની સેવામાં કામ કરી રહી છે. કેટલાક શહેરોમાં પણ વરસાદના પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં સોશિયલ મીડિયા પર ભાઈ-બહેનનો એક ખૂબ જ સુંદર વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે.

ભાઈ-બહેનનો પ્રેમ કોઈ પરિચય કે પુરાવાનો મોહતાજ નથી, ન તો કોઈ એપ્રિસિઅશન સર્ટિફિકેટની જરૂરિયાત હોય છે. આ એવો તો ગાઢ સંબંધ હોય છે જેને કોઈ ઇચ્છતા હોવા છતા તોડી શકતા નથી. ભાઈ-બહેનમાં જે પણ મોટું હોય છે, તે પોતાનાથી નાનાની એવી રીતે સંભાળ રાખે છે જેમ કે એક માતા કરે છે. એટલે દરેક પાસે મોટા ભાઈ કે બહેન જરૂર હોવા જોઈએ. જેથી આ અનુભૂતિ સાથે જીવી શકે છે. ટ્વીટર પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બહેન માટે ભાઇનો પ્રેમ જોઈને યુઝર્સે છોકરાના ખૂબ વખાણ કરી રહ્યા છે. વીડિયોને 13 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને 49.5 હજારથી લાઇક મળી ચૂકી છે.

મોટો ભાઈ એવા જ હોય છે. બહેન ગમે તેટલી લડાઈ-ઝઘડા કરી લે. તેની પાસેથી સામાન ઝૂંટવીને પોતાનો કરી લે, પરંતુ ભાઈ તેને લડતો નથી.  પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરે છે, છતા વાત ન બને તો પછી સંતોષ કરીને જ રહી જાય છે, પરંતુ કોઇની શું હિંમત કે તેની બહેનને કોઈ કઈ કહી શકે. આ જ વીડિયોનું જ ઉદાહરણ જોઈ લો. વીડિયોમાં ભાઈ પોતાની બહેનને પીઠ પર બેસાડીને પાણીમાં ચાલી રહ્યો છે. શાળાના યુનિફોર્મમાં દેખાઈ રહેલા છોકરાએ રોડ પર પાણી ભરાયેલું જોયું તો ભાઈએ ફટાફટ પોતાના બૂટ સુરક્ષિત કરવા માટે તેને ઉતારીને બેગમાં નાખી દીધા અને પછી બહેનને પીઠ પર બેસાડી અને તેને ધીરે ધીરે રોડ પાર કરાવવા લાગ્યો. વીડિયોમાં બહેન પ્રત્યે ભાઇનો પ્રેમ જોઈને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વીડિયોને એટલો બધો પસંદ કરવામાં આવે છે કે, એક દિવસમાં જ 13 લાખથી વધુ વ્યૂઝ પહોંચી ગયા છે અને અત્યાર સુધી 51 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું કે, જો આ છોકરો આ પ્રકારના વિચાર રાખે છે તો તે એક સજ્જન વ્યક્તિના રૂપમાં મોટો થાશે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, પોતાની બહેનની રક્ષા કરવાનું તેને મહત્ત્વપૂર્ણ બનાવે છે, તે તેને ક્યારેય નહીં છોડે. એ સિવાય એક યુઝરે ખૂબ જ મજાની કમેન્ટ કરતા લખ્યું કે, જો મોટો ભાઈ પહેલાથી જ પોતાની બહેન માટે એટલો સુરક્ષાત્મક છે તો મને તેના ભાવિ પ્રેમી માટે અફસોસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp