26th January selfie contest

ઝી ન્યૂઝમાંથી કાઢી મૂકવામાં આવેલો રિપોર્ટર પૌવા વેચવા થયો મજબૂર

PC: thelogically.in

તમે બધાએ MBA ચા વાળો અને ગ્રેજ્યુએટ ચાયવાલી, પાનીપુરીવાલીની જેમ જ ઘણા બધા અન્ય સ્ટાર્ટઅપ્સ વિશે જરૂરથી સાંભળ્યું હશે જે દેશના નવ યુવકો દ્વારા આત્મનિર્ભરતા તરફ વધુ એક ડગલું છે. તેમજ હાલમાં જ B.Tech પાનીપુરી ના ઘણા ચર્ચા રહ્યા. આ ક્રમમાં હવે પત્રકાર પોહેવાલા પણ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે.

આશરે ત્રણ મહિના પહેલા સુધી જી ન્યૂઝમાં આસિસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે કામ કરનારા દદન વિશ્વકર્માએ નોયડા ફિલ્મસિટીમાં ઘણી મીડિયા સંસ્થાનોની ઓફિસો વચ્ચે સ્ટોલ લગાવીને પૌવા વેચવાનું કામ શરૂ કર્યું છે અને તેને પત્રકાર પૌહા વાલા નામ આપ્યું છે. તેમનું કહેવુ છે કે, ઘણા સમય સુધી જ્યારે કોઈએ નોકરી ના આપી, ત્યારે આખરે મેં પોતાનું કામ શરૂ કરવાનું વિચાર્યું. આ છે તેમની સ્ટોરી...

સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈક ને કોઈક વાયરલ સમાચાર જોવા મળી જાય છે અને આ કડીમાં પત્રકાર પોહાવાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ તસવીરમાં તમને એક સ્ટોલ દેખાશે જેના પર પત્રકાર પોહેવાલા લખ્યું છે. એવામાં તમે પણ આ પત્રકાર પોહાવાલ વિશે વિસ્તારથી જાણી લો-

પત્રકાર પોહાવાલ નામથી બિઝનેસ શરૂ કરનારા વ્યક્તિનું નામ દદન વિશ્વકર્મા છે. તેમણે IIMC માંથી પત્રકારત્વનું પ્રશિક્ષણ મેળવ્યા બાદ ઘણી મીડિયા સંસ્થાઓમાં પત્રકારિત્વનું કાર્ય કર્યું. આ રીતે તેમણે પત્રકારત્વમાં 13 વર્ષો સુધી પોતાનું યોગદાન આપ્યું. પત્રકારત્વ છોડીને પૌવાનો બિઝનેસ શરૂ કરવા વિશે તેમણે જણાવ્યું કે, તેમની પત્નીએ હાલમાં જ બાળકને જન્મ આપ્યો છે. જ્યારે તે ગર્ભવતી હતી તો તેની દેખરેખ અને ડિલીવરીના કારણે તેમણે પત્ની સાથે રહેવુ પડતું હતું. એવામાં વારંવાર નોકરીમાંથી રજા મળવી ખૂબ જ મુશ્કેલ હતી પરંતુ, પત્નીની દેખરેખ પણ જરૂરી હતી. આવી સ્થિતિમાં તેમણે નોકરી છોડવાનો નિર્ણય કર્યો.

થોડાં દિવસો બાદ જ્યારે તેમની પત્નીની ડિલીવરી થઈ ગઈ તો દદન વિશ્વકર્મા પાછા નોકરી માટે પ્રયત્નો કરવા માંડ્યા પરંતુ, આ પ્રયાસમાં તેમને સફળતા ના મળી. નોકરી છૂટ્યા બાદ તેમને નોકરીની જરૂર હતી અને નોકરી મળતી ના હતી એવામાં તેમનું ધ્યાન ભાઈના બિઝનેસ પર ગયું. તેમનો ભાઈ પૌવાનો સ્ટોલ લગાવે છે અને ત્યાંથી જ દદને પણ પૌવાનો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય કર્યો.

દદન વિશ્વકર્માએ ઉત્તર પ્રદેશના નોયડામાં એક ન્યૂઝ ઓફિસની સામે પૌવાનો સ્ટોલ ખોલ્યો અને તેનું નામ રાખ્યું પત્રકાર પોહાવાલ. તેમણે જ્યારે પૌવાનો બિઝનેસ શરૂ કર્યો તો તેમના પરિવારના લોકોએ તેમને ઘણા સમજાવ્યા અને આ બિઝનેસ ના કરવા માટે જણાવ્યું. કારણ કે, દદન વિશ્વકર્મા ઝી ન્યૂઝ ડિજિટલમાં આસિસ્ટન્ટ એડિટર તરીકે કામ કરતા હતા અને બે પ્રમોશન બાદ તેઓ એડિટર બની જતે. સૌ કોઈ એડિટરના રૂઆબ વિશે જાણે છે આથી તેઓ દદન વિશ્વકર્માને ફરી પત્રકારત્વ કરવા માટે સમજાવી રહ્યા હતા. પરંતુ, દદન પોતાના નિર્ણય પર કાયમ હતા અને તેઓ હવે નોકરી કરવા માટે તૈયાર ન હતા. તેઓ હવે લોકોને નોકરી આપવા માંગે છે.

તેમના એડિટર સ્પેશિલ પૌવામાં પનીર અને દાડમના દાણાની સાથે એક જલેબી પણ આપવામાં આવે છે. એડિટર સ્પેશિયલ પૌવાની ખાસિયતના કારણે તેની કિંમત 80 રૂપિયા પ્લેટ છે. તેમજ જે બીજા પ્રકારના પૌવા છે તે નોર્મલ પૌવા છે જેની કિંમત 50 રૂપિયા પ્લેટ છે અને તેની સાથે પણ એક જલેબી ફ્રી આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp