26th January selfie contest

શા માટે વધી રહ્યું છે ભારતમાં વાઇફ સ્વેપિંગ, જાણો ક્યારે-કંઈ રીતે થઈ તેની શરૂઆત?

PC: twitter.com

વાઇફ સ્વેપિંગ મહાનગરોમાં પડદાની પાછળ છૂપાયેલી લાઇફ સ્ટાઇલની એક નવી હકીકત છે. તેનો ખૂલીને સ્વીકાર ના કરી શકાય અને ના તેને સંપૂર્ણ રીતે અવગણી શકાય. થોડાં દિવસ અગાઉ કેરળમાં વાઇફ સ્વેપિંગના એક રેકેટનો ભાંડાફોડ થયો હતો. જેમા 7 લોકોની ધરપકડ થઈ હતી. પોલીસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, પકડાયેલા લોકો ગ્રુપ બનાવીને વાઇફ સ્વેપિંગના ધંધાને અંજામ આપતા હતા. પરંતુ, આખરે આ ભાંડો ફૂટી ગયો.

આ જ રીતે બેંગલુરુમાં પણ વાઇફ સ્વેપિંગ મામલામાં એક વ્યક્તિની ધરપકડ થઈ હતી. જ્યારે, બીકાનેરમાં વાઇફ સ્વેપિંગ પાર્ટીમાં જવાની ના પાડનારી એક વ્યક્તિએ પોતાની પત્નીને માર માર્યો હતો. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પ્રકાશમાં આવ્યો. આ જ રીતે યૂપીના મુઝફ્ફરનગરમાં પણ આવો જ એક મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ હંગામો થયો હતો.

એક જાણકારી અનુસાર, હાલ મોટા શહેરોમાં હાઈ સોસાયટીથી લઈને નાના શહેરોમાં પણ પત્નીઓની અદલા-બદલીનું ચલણ જોવા મળી રહ્યું છે. રિલેશનશિપ સાથે સંકળાયેલા મામલાઓમાં કાઉન્સિલિંગ કરનારી એક્સપર્ટ ડૉ. ઇશિતા મુખર્જીના જણાવ્યા અનુસાર, વાઇફ સ્વેપિંગ અમારી શહેરી વર્કિંગ લાઇફસ્ટાઇલનું એક કડવું સત્ય છે. તેનાથી મોં ફેરવી ના શકાય.

એક્સપર્ટના જણાવ્યા અનુસાર, એવા ઘણા કેસ સામે આવ્યા છે. તેમા સામાન્યરીતે બે પ્રકારના કેસ હોય છે. એકમાં બંને પાર્ટનરની સહમતિ હોય છે જ્યારે બીજા મામલામાં એક પાર્ટનર તૈયાર નથી હોતું, તેના પર દબાણ બનાવીને તૈયાર કરવામાં આવે છે. બીકાનેરનો મામલો આ કેટેગરીમાં સામેલ હતો. અહીં પત્ની તૈયાર ના થઈ તો પતિએ તેને માર માર્યો.

આશરે એક દાયકા પહેલા ભારતીય નૌસેનાના એક જૂનિયર ઓફિસરની પત્નીએ પોતાના પતિ અને તેના યૂનિટના ઓફિસર્સ પર ગંભીર આરોપ લગાવ્યા હતા, ઓફિસરની પત્નીએ વાઇફ સ્વેપિંગમાં સામેલ હોવાનો ઘટસ્ફોટ કરીને સનસની મચાવી દીધી હતી. એક સર્વે અનુસાર, ભારતના મેટ્રો શહેરોમાં આશરે 27 ટકા કપલ્સ આ ગતિવિધિઓમાં સામેલ છે. આ આંકડા ચોંકાવનારા છે.

જમાનો સ્પીડનો છે. હાઇસ્પીડ ઈન્ટરનેટે સમાજની દિશા બદલી નાંખી છે. લોકો ટૂંક સમયમાં જ બધુ મેળવી લેવા માંગે છે. હાઈ સોસાયટી હોય કે પછી મિડલ ક્લાસ, બધા પોતાની લાઇફમાં એક્સ ફેક્ટર શોધતા રહે છે. રિલેશનશિપ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો આ જ એક્સ ફેક્ટરની શોધમાં રહે છે. કેટલાક પરીણિત કલપ્સ તેના આદિ થઈ જાય છે.

કઈ રીતે થઈ વાઇફ સ્વેપિંગની શરૂઆત?

કહેવાય છે કે, સેકન્ડ વર્લ્ડ વોરનો સમય હતો. અમેરિકન ફાઇટર પાયલટ ઘણા મોરચા પર યુદ્ધ કરી રહ્યા હતા. પત્નીઓ દરરોજ પોતાના ફાઇટર પતિને ગુડલક કિસ આપીને વિદાય કરતી હતી પરંતુ, તેમને એ વાતનો વિશ્વાસ નહોતો કે રાત્રે તે પોતાના પાર્ટનરને કિસ કરી શકશે કે નહીં. કહેવાય છે કે, આ જ પરિસ્થિતિમાં કેટલાક ફાઇટર પાયલટોએ એક રાતની ચેન પાર્ટી યોજી. પાર્ટીમાં પાયલટોએ પોતાની કારની ચાવીઓ બોક્સમાં મુકી દીધી. જે પાયલટના હાથમાં બીજા પાયલટની કારની ચાવી આવી, તેણે તે રાત તેની પત્ની સાથે વીતાવી. કહેવાય છે કે, અહીંથી જ વાઇફ સ્વેપિંગનો પાયો નંખાયો.

શું હોય છે વાઇફ સ્વેપિંગ?

તે અંતર્ગત પતિ, પત્ની એકબીજાની મરજીથી પાર્ટનર બદલે છે. તેના દ્વારા તેઓ પોતાની સેક્સુઅલ ડિઝાયરને પૂરી કરે છે. આ એક દિવસ કે પછી એક કરતા વધુ દિવસોનું પણ હોઇ શકે છે. કેટલાક લોકોનું કહેવુ છે કે, તેના કારણે તેમના જીવનમાં એક નવીન ઉર્જા આવે છે. જોકે, કપલ્સની મરજી સામેલ હોય છે આથી તેમા કોઈને બેવફાઈની ફરિયાદ નથી હોતી.

શું કહે છે કાયદો?

વાઇફ સ્વેપિંગ દુનિયાના કોઈપણ દેશમાં લીગલ નથી. કપલ્સની સહમતિ હોય કે નહીં- તેનાથી કોઈ ફરક નથી પડતો. પરંતુ, તેના માટે કોઈ વિશેષ કાયદો પણ નથી. જો પતિ- પત્ની સહમતિથી પાર્ટનર બદલે તો તે અંદરોઅંદર કન્સેન્ટનો મામલો કહેવાય છે. તેમા જ્યાં સુધી કોઈ ત્રીજો પક્ષ તેનાથી પીડિત ના હોય ત્યાં સુધી કોઈ કેસ પણ દાખલ ના કરી શકે.

જોકે, કોઇ પરીણિત મહિલા અથવા પુરુષનું એક કરતા વધુ પાર્ટનર સાથે સંબંધ બનાવવુ કાયદાકીય દ્રષ્ટિએ ગુનો છે. પકડાઇ જવા અને દોષી સાબિત થવા પર IPCની કલમ 232, 328, 376, 506 અંતર્ગત કેસ દાખલ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp