પત્નીએ પતિ માટે ગર્લફ્રેન્ડ શોધવા માટે આપી એડ, મહિને આપશે આટલો પગાર

PC: aajtak.in

પતિ-પત્નીના સંબંધમાં ત્રીજા વ્યકિતની એન્ટ્રી પર સંબંધમાં તિરાડ આવી જાય છે.પરંતુ એક પત્ની જાતે પોતાના પતિની ખુશી માટે તેમના સંબંધમાં બીજી મહિલાને લઈને આવી છે. સોશિયલ મીડિયા પર આ પત્નીની સ્ટોરી ચર્ચામાં છે. તેમે એડ આપીને પતિ માટે 3 ગર્લફ્રેન્ડ શોધવાની જાહેરાત આપી છે. હાલમાં તેણે એક ગર્લફ્રેન્ડની ભરતી કરી લીધી છે. 2 પોસ્ટ હજુ પણ ખાલી છે. 44 વર્ષની પત્થીમાએ એડ આપીને જાહેરાત કરી હતી કે તેને એવી મહિલાઓની શોધ છે, જે તેના પતિને ખુશ રાખી શકે અને તેનો હાથમાં પણ મદદ કરી શકે. તેના પછી ગર્લફ્રેન્ડ્સને 32 હજાર રૂપિયા પ્રતિ મહિનાની સેલરી પણ મળશે.

થાઈગરના રિપોર્ટ પ્રમાણે, પત્થીમાએ આ અંગે ટીકટોક પર વીડિયો શેર કરી જણાવ્યું છે. આ પહેલા પોતાના વીડિયોમાં તેણે ત્રણ મહિલાની શોધ છે, જે તેના પતિ, બાળકો અને ઘરની સંભાળ રાખી શકે. પત્થીમાએ કહ્યું હતું કે અપ્લાઈ કરી રહેલી મહિલાઓનો HIV ટેસ્ટ જરૂર હશે. તેની ઉંમર 30-35 વર્ષની વચ્ચેની હોવી જોઈએ અને તેની પાસે હાઈ સ્કૂલ અથવા સ્નાતકની ડિગ્રી હોય.મહિલાઓનું રહેવાનું, ખાવાનું પણ ફ્રીમાં હશે. પત્થીમાની આ અજીબોગરીબ જોબ ઓફર કરનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પત્થીમાએ કહ્યું કે તે ડિપ્રેશનથી ઝઝૂમી રહી છે અને પતિને ખુશ રાખી શકતી નથી.

વીડિયોમાં પત્થીમા કહે છે કે હવે તેના પરિવારમાં હવે પતિની સાથે નાની પત્ની પણ સામેલ થશે. અમે એકસાથે એક જ ઘરમાં પહેશું, સાથે ખાવાનું ખાશું અને કબીજાની સંભાળ કરશું. હું ગેરંટી આપું છું કે કોઈ લડાઈ થશે નહીં. હું મારા પતિને પસંદગી કરવાની આઝાદી આપું છું કે તે કોની સાથે સૂવા ઈચ્છે છે અથવા રહેવા ઈચ્છે છે.

પત્થીમાએ દાવો કર્યો છે કે હું મારા પતિ માટે બીજી મહિલાઓને કામ પર રાખવા અંગે ઘણી ગંભીર છું. તેણે કહ્યું હતું કે તે હેલ્થ પ્રોબ્લેમમાંથી પસાર થઈ રહી છે. તેણે રોજ ઊંઘની ગોળીઓ ખાવી પડે છે અને જલદીથી સૂઈ જવું પડે છે. તે પતિની સંભાળ એક સામાન્ય વ્યક્તિની જેમ કરી શકતી નથી. જોકે સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ પત્થીમાના ફેમસ થવા માટેનો સ્ટંટ કહેવામાં આવી રહ્યો છે. જ્યારે કેટલાંકે તેને એન્ટરટેઈનમેન્ટનો વીડિયો બતાવ્યો છે. પરંતુ પત્થીમા તેને સીરિયસ મેટર હોવાનું કહી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp