પતિને થયુ કેન્સર તો પત્નીએ આપી દીધા છૂટાછેડા, કરી લીધા બીજા લગ્ન

PC: dailymail.co.uk

એક મહિલાએ પોતાના પતિને એ સમયે છૂટાછેડા આપી દીધા, જ્યારે તે કેન્સર સામે ઝઝૂમી રહ્યો હતો. તે ઘણા વર્ષો સુધી આ બીમારી સામે જંગ લડ્યા બાદ દુનિયા છોડીને ચાલ્યો ગયો. હવે આ મહિલાએ પોતાના નિર્ણય પર ઘણા વર્ષો બાદ મૌન તોડ્યું છે. 40 વર્ષીય યાના ફ્રાયે જણાવ્યું કે, તેના લગ્ન 22 વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા. ત્યારે તેનો પતિ 37 વર્ષનો હતો. એક નવી દુલ્હન બન્યા બાદ તે પતિ સાથે પરિવાર શરૂ કરવાના સપના જોઈ રહી હતી. પરંતુ, આ સપના ત્યારે તૂટી ગયા, જ્યારે પતિને કેન્સર હોવાની જાણકારી મળી.

યાનાનું કહેવુ છે, અમે વાસ્તવમાં પોતાના ભવિષ્ય વિશે નહોતા વિચારી શકતા. તમે એક નવા પરિણિત કપલ તરીકે આ અંગે કઇ રીતે વિચારી શકો છો, જ્યારે કેન્સર જેવી બીમારી સામે જંગ લડી રહ્યા હો. લોકો ગંભીર બીમારી પર એક અથવા બે રીતે પ્રતિક્રિયા આપે છે, મેં આ અંગે વારંવાર જોયુ છે. પહેલું એ કે મારા પતિ કઈ રીતે પોતાના દુઃખમાં એટલા ડૂબી ગયા હતા. બીજું એ કે, કેટલાક લોકો પોતાની આસપાસના લોકોને લઇને પણ ચિંતિત હોય છે. યાના પોતાના પતિ સાથે અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં રહેતી હતી. તેણે કહ્યું કે, તે મુશ્કેલ સમયમાં તે કેવી હતી, તેને લઇને કોઇએ ચિંતા ના કરી.

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, યાનાએ રડતા કહ્યું- અમે ઘણા ડૉક્ટરોને બતાવ્યું. કોઈ એક વ્યક્તિએ પણ મદદ ના કરી. કોઈએ ના પૂછ્યું કે શું તમને સપોર્ટની જરૂર છે? યાનાના પતિએ પોતાના કેન્સરની સારવાર કરાવવી ચાલુ રાખી હતી પરંતુ, બીમારી બદતર થતી જઈ રહી હતી. તે કહે છે, મેં પોતાના પૂર્વ પતિના કેન્સરના સમયે દરેકરીતે તેમની ભલાઈ ઈચ્છી. પરંતુ, જેમ જેમ વર્ષો વીતતા ગયા મારી આશા ઓછી થતી ગઈ. મેં પાંચ વર્ષ સુધી બધી જ રીતે સારવાર કરાવી પરંતુ, પછી અમારા સંબંધોમાં પ્રોબ્લેમ આવવા માંડી. મેં પાંચ વર્ષ બાદ તેમને છોડવાનું વિચાર્યું. પરંતુ, અનુભવાયુ કે કંઈ નહીં કરી શકીશ. જ્યારે કોઈ તમારી સામે મરી રહ્યું હોય, તો તમે મહેસૂસ કરશો કો તમે પોતાની ભલાઈ માટે કંઈ નહીં કહી શકશો કારણ કે, તમે તેના દર્દ સાથે તેની તુલના કરવા માંડશો.

યાનાએ જણાવ્યું કે, તેની એક ફ્રેન્ડે પોતાનો જીવ લઈ લીધો હતો. તેનાથી તેને પોતાના બીમાર પતિને છોડવામાં સરળતા થઈ. તેણે કહ્યું, મેં પહેલીવાર અંતિમ સંસ્કાર જોયા અને તે ચોંકાવનારા હતા. મારા મગજમાં તે સમયે ચાલી રહ્યું હતું કે આત્મહત્યા જ એક ઓપ્શન છે. જ્યારે મેં પહેલા ક્યારેય આ અંગે વિચાર્યું નહોતું. તો ખૂબ જ ખરાબ સ્થિતિ હતી. ત્યારે હું સમજી ગઈ કે જો પોતાને ના બચાવી શકી, તો ચોક્કસ મરી જઇશ. ત્યારબાદ યાનાએ છૂટાછેડા માટે અરજી કરી. તે પોતાના પતિને છોડીને ચાલી ગઈ. તે સારવારની શરૂઆતમાં યાના વિશે વિચારતો હતો પરંતુ, છૂટાછેડા બાદ માત્ર પોતાના પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધુ.

યાનાને સમાજ તરફથી જે પ્રતિક્રિયા મળી, તે આશાઓ કરતા ઉલટ હતી. પતિનો પરિવાર નારાજ હતો, લોકો ભયાનક મેસેજ મોકલી રહ્યા હતા. યાનાએ છૂટાછેડા બાદ પતિ સાથે વાત કરવાનું બંધ કરી દીધુ. પતિના મોતથી બે વર્ષ પહેલા જ બીજા લગ્ન કરી લીધા. તેને ફેસબુક પર તેના મોત વિશે જાણકારી મળી. તે ત્યારે સિંગાપોરમાં કામ કરી રહી હતી. યાનાને એ વાતનો કોઈ પસ્તાવો નથી કે તે પોતાના પતિને આવી હાલતમાં છોડીને ચાલ ગઈ. તેને પોતાના માટે જ દુઃખ થાય છે કે તેની સારવાર દરમિયાન કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp