'બાળકને જન્મ આપવા માટે મને પુરુષની જરૂર નથી', એક બિઝનેસ વુમને કહી આ વાત

અમેરિકાની એક રઇસ બિઝનેસ વુમને દાવો કર્યો છે કે, તે ક્યારેય કોઈ પુરુષ પર નિર્ભર નહીં રહેશે અને તે તેના એગ્સને ફ્રીઝ કરાવી રહી છે જેથી જ્યારે તેને જોઈએ, ત્યારે તે બાળકને જન્મ આપી શકે. ફ્લોરિડાના ઓર્લાન્ડોની રહેવાસી અમેલા સ્મેલબેગોવિચ એક રિયલ એસ્ટેટ મેગ્નેટ અને બિઝનેસવુમન છે, જેનો બિઝનેસ સમગ્ર અમેરિકામાં ફેલાયેલો છે. તે તેની મરજીનું જીવન જીવવાનું પસંદ કરે છે.

37 વર્ષની અમેલા સ્મેલબેગોવિક વર્ષ 1994મા ગૃહયુદ્ધ ફાટી નીકળ્યા બાદ પોતાના માતા-પિતાની સાથે યુગોસ્લાવિયાથી ભાગી આવી હતી. આ પછી તેમના મૂળ ક્રોએશિયા સહિત 5 દેશ બન્યા. માત્ર થોડા કપડા લઈને અમેલાના માતા-પિતા ઉત્તર અમેરિકા આવ્યા હતા. 68 વર્ષિય ડબરાવકો સ્મેલબેગોવિક અને 67 વર્ષિય અલ્મા સ્મેલબેગોવિકે તેમની પુત્રીને સ્વતંત્ર બનવાની સીખ આપી. તેણે કહ્યું કે, તેનો ઉછેર જ એવો હતો, જેનાથી તેણે જિંદગીમાં પોતાના દમ પર સફળતા મેળવી.

તેના ઈન્સ્ટાગ્રામ પર 51000 ફોલોઅર્સ છે. તેમણે કહ્યું, 'મારો હંમેશા મુખ્ય મંત્ર એ જ રહ્યો છે કે, નારી સશક્તિકરણ થાય અને બિઝનેસમાં મહિલાઓ પ્રગતિ કરે. હું મારા પદ પર કેટલીક મહિલાઓમાંની એક છું, કારણ કે તેમાં પુરુષોનું વર્ચસ્વ વધુ છે. એવામાં, તમારે તમારૂ પદ અને અવાજ ઉઠાવવા માટે વધુ મહેનત કરવી પડે છે.'

આગળ અમેલાએ કહ્યું કે, 'કદાચ એટલે જ હું 37 વર્ષની થઈ ગઈ છું, જેના લગ્ન નથી થયા અને સેટલ છું. તે એટલા માટે કારણ કે દરેક સમયે મારું પૂરેપૂરુ ધ્યાન મારી જાતને સ્થાપિત કરવામાં રહ્યું.' શાનદાર કારકિર્દીની સાથે-સાથે તેના ઘર અને કારના પૈસા પણ ચૂકવી દેવામાં આવ્યા છે અને બિઝનેસ પણ સારો ચાલી રહ્યો છે.

અમેલાએ કહ્યું કે, 'હું ક્યારેય પણ કોઈ વસ્તુ માટે કોઈ પુરુષ પર નિર્ભર નથી રહી અને ક્યારેય રહીશ પણ નહીં અને આ જ વસ્તુ મને આગળ લઈ ગઈ.' બાળકને જન્મ આપવા માટે તેણે 39 વર્ષની સમયમર્યાદા સેટ કરી છે. તેના ઘણા મિત્રો સેટલ થઈ ચૂક્યા છે અને તેમના બાળકો પણ છે. હવે તેને લાગે છે કે, તેણે ઘણું બધુ મેળવી લીધું છે અને હવે તે પરિવાર બનાવી શકે છે. તે કહે છે કે, તે થશે ભલે તેને તેનો ડ્રીમ મેન મળે કે નહીં મળે. કોરોના મહામારી દરમિયાન તેને અનુભવ થયો કે, તે માતા બનવા માટે કેટલી બેસબ્ર છે. તેથી તેણે IVFના બે રાઉન્ડ લીધા અને હવે પોતાના એગ્સને ફ્રીઝ કરવા માટે તૈયાર છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.