
કહેવાય છે કે, નસીબ બદલાતા સમય નથી લાગતો. કંઈક આવું જ થયું એક મહિલા સાથે. તે બિસ્કિટ ખરીદવા માટે બજારમાં ગઈ હતી. પરંતુ જ્યારે તે પરત આવી તો, તે 5 કરોડથી વધુ રૂપિયાની માલકિન બની ચૂકી હતી. મહિલા માત્ર 661 રૂપિયા ખર્ચ કરીને કરોડપતિ બની ગઈ હતી. મામલો અમેરિકાના નોર્થ કેરોલિનાનો છે.
રિપોર્ટ મુજબ, ડોના ડેન્ટન નામની મહિલા શુક્રવારના રોજ ફ્રેમોન્ટ ફૂડ માર્ટમાં બિસ્કિટ ખરીદવા માટે ગઈ હતી. પરંતુ અહીં તેનો મૂડ બદલાઈ ગયો અને તેણે બિસ્કિટની સાથે 777 લોટરીની (Triple 777 Lottery) ટિકિટ પણ ખરીદવાનો નિર્ણય લીધો.
Donna Denton of #Wilson "went out for a biscuit" on Friday, bought a Triple 777 scratch-off, and came home with a $700,000 prize! Donna purchased her lucky Triple 777 ticket from the Fremont Food Mart in #Fremont. Way to go, Donna!
— NC Education Lottery (@nclottery) December 28, 2022
Read more: https://t.co/yWuQBYjVRg pic.twitter.com/XD9eO0MkEI
ડોનાએ 8 ડૉલરમાં (661 રૂપિયા) લોટરીની ટિકિટ ખરીદી હતી. જો કે, તેને દૂર દૂર સુધી અંદાજ નહીં હતો કે તેની લોટરી લાગી જ. પરંતુ હવે જ્યારે તેણે ટિકિટ ચેક કરી તો તે ચોંકી ગઈ. તેણે 700,000 પાઉન્ડનો (5 કરોડ 78 લાખ રૂપિયા) મોટો જેકપોટ જીતી લીધી હતો.
પતિને નહીં આવ્યો વિશ્વાસ
ઉતાવળમાં તે ઘરે પહોંચી અને પતિને ફરીથી ટિકિટ ચેક કરવા માટે કહ્યું. પતિએ લોટરી ઓફિસનો સંપર્ક કર્યો અને નંબર મેચ કરાવ્યા તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. પહેલી વારમાં તો તેને પણ વિશ્વાસ નહીં થયો, પરંતુ ડોનાની ખરેખર લોટરી લાગી ગઈ હતી. તે એક ઝટકામાં કરોડપતિ બની ગઈ હતી.
ટેક્સ કાપ્યા બાદ ડોનાને લગભગ 4 કરોડ 11 લાખ રૂપિયા મળશે. લોટરીની વિનર બન્યા બાદ ડોનાએ કહ્યું, અમારી ક્રિસમસની ખુશી બમણી થઈ ગઈ. અમે લોકો ખૂબ જ ખુશ છે. આ ભગવાનનો આશીર્વાદ છે. ડોના કેટલાક પૈસા તેના સ્થાનિક ચર્ચને આપવાની યોજના બનાવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp