પતિ જીવિત હોવા છતાં મહિલાને મળી રહ્યું હતું વિધવા પેન્શન, પછી થયું એવું કે...

PC: jagran.com

મધ્ય પ્રદેશના ભોપાલમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ભોપાલના રાયસેનનો આ કિસ્સો છે. જ્યાં એક વ્યક્તિએ નગર પાલિકાના રેવેન્યૂ વિભાગમાં જઈને ખૂબ હંગામો કર્યો. ગુરુવારે લગભગ 1 વાગ્યાની આ ઘટના કહેવામાં આવી રહી છે.

આરોપી પત્નીને લાડલી બહેના યોજનાનો લાભ ન મળવાથી નાખુશ હતો. તેણે રેવેન્યૂ ઓફિસમાં જઈને કમ્પ્યૂટર, ખુરશી અને ટેબલ તોડી નાખ્યા. તેણે ત્યાં કામ કરતા કર્મચારીને પૂછ્યું કે તેની પત્નીને લાડલી બહેના યોજનાનો લાભ શા માટે મળી રહ્યો નથી, તો ખબર પડી કે તેની પત્નીને વિધવા પેન્શન મળી રહ્યું છે.

લાડલી બહેના યોજનાની રાશિ ન મળી

જાણકારી અનુસાર, રાયસેનના એક વોર્ડમાં રહેનારા ખૂબચંદ શાક્યની પત્ની ભાગવતીને પાછલા બે મહિનાથી લાડલી બહેન યોજનાની રકમ મળી રહી નહોતી. જેને લઈ ખૂબચંદે નગર પાલિકાની ઓફિસના ઘણાં ચક્કર લગાવ્યા. પણ તેને કોઈ ફાયદો થયો નહીં. જુલાઈ મહિનામાં પણ આવું થવાથી તે સીધો નગર પાલિકા પહોંચી ગયો. ત્યાં તેણે રેવેન્યૂ અધિકારીઓને જણાવ્યું કે તેની પત્નીને આ યોજનાના 1000 રૂપિયા મળી રહ્યા નથી.

ખોટી જાણકારીનો આરોપ

ત્યાર પછી ભાગવતીની આઈડી પોર્ટલ પર અપલોડ કર્યા પછી કર્મચારીએ ખૂબચંદને જણાવ્યું કે તેની પત્નીને દર મહિને વિધવા પેન્શન મળી રહ્યું છે. આ વાત સાંભળી પતિ ગુસ્સે થઇ ગયો. તેણે કર્મચારીઓને કહ્યું કે, જો તે જીવિત છે તો તેની પત્નીને વિધવા પેન્શન કેવી રીતે મળી રહ્યું છે. ખૂબચંદે કહ્યું કે આ નગર પાલિકાની ભૂલ છે.

નગર પાલિકાના એક અધિકારીએ કહ્યું કે ખૂબચંદ તેની સાથે એક લોખંડનો સળિયો લઇ આવી ગયો હતો અને જેના દ્વારા તેણે ટેબલ, ખુરશી અને કમ્પ્યુટર તોડી નાખ્યા હતા. હંગામો થતા નગર પાલિકાના અધ્યક્ષ જમના સેન ત્યાં પહોંચ્યા અને ખૂબચંદનને સમજાવવાનો પ્રયાસ કર્યો. ત્યાર બાદ પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે ખૂબચંદની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ આવી. જ્યાં તેની પત્ની ભાગવતી હાજર હતી. ભાગવતીએ જણાવ્યું કે તેમણે લાડલી બહાન યોજનાનું ફોર્મ ભર્યું હતું. પણ પાછલા બે મહિનાથી આ યોજના દ્વારા મળતી રાશિ તેમને મળી રહી નહોતી. જ્યારે પણ બેંક જતી તો પાલિકાના અધિકારી તેને પાછી મોકલી દેતા અને કોઈ જાણકારી પણ નહોતા આપતા.

નગર પાલિકાના કર્મચારી અભિષેક રઘુવંશી, મનુકાંત ચૌરશિયા, અવધેશ બહાદુર, શિવપ્રસાદ વિશ્વકર્માએ પોલીસમાં લેખિત ફરિયાદ દાખલ કરી. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મનોજ સિંહે જણાવ્યું કે આરોપી ખૂબચંદ શાક્ય સામે સરકારી કામમાં બાધા પહોંચાડવા અને સરકારી મિલકતને નુકસાન કરવાને લઈ ધારા 353,427, 294 હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp