આ મહિલાએ 60 લાખ રૂપિયા પગારની નોકરી છોડી, હવે કમાય છે કલાકના 30000 રૂપિયા

PC: instagram.com

એક છોકરીએ લગભગ 60 લાખ રૂપિયાની વાર્ષિક નોકરી છોડીને પ્રાણીઓ સાથે વાત કરવાનું શરૂ કર્યું. આ માટે તે 1 કલાક માટે લગભગ 30 હજાર રૂપિયા લે છે અને પહેલા કરતા વધુ કમાય છે.

આ છોકરીનું નામ છે નિક્કી વાસ્કોનેજો. તેણી 33 વર્ષની છે અને તે ફિલાડેલ્ફિયા, USAની છે. તે ફુલ ટાઈમ પ્રોપર્ટી વકીલ તરીકે કામ કરતી હતી. પછી તેણે તેની સ્વપ્ન કારકિર્દી animal psychic માટે જૂની નોકરી છોડી દીધી.

સપ્ટેમ્બર 2020 માં, નિક્કીએ પ્રાણીઓ સાથે કેવી રીતે વાત કરવી તે શીખી. 1 વર્ષ પછી, તેણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક દ્વારા તેની સેવાનો પ્રચાર શરૂ કર્યો. ટૂંક સમયમાં જ તેને એક જ વારમાં એક મહિનાનું બુકિંગ મળી ગયું.

નિક્કી 1 કલાકના સેશન માટે લગભગ 30 હજાર રૂપિયા ચાર્જ કરે છે. તે એક દિવસમાં માત્ર બે સત્રો કરે છે જેથી તેના કામની ગુણવત્તાને અસર ન થાય.


નિક્કીએ  THE  Sun co. uk સાથેની વાતચીતમાં કહ્યું  હું પહેલા પ્રોપર્ટી લોયરના કામથી ખૂબ જ પરેશાન રહેતી હતી. તેથી મેં બદલવાનું નક્કી કર્યું. શરૂઆતમાં, હું પરિવાર અને મિત્રોના પાલતુ પ્રાણીઓ પર પ્રેક્ટિસ કરતી હતી, પરંતુ જેમ જ મેં સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું, મારા ફોલોઅર્, વધવા લાગ્યા. ટૂંક સમયમાં મને રિક્વેસ્ટ મળવા લાગી હતી.

નિક્કીએ આગળ કહ્યું, મને વિશ્વાસ નથી આવતો કે મારે વેઇટિંગ લિસ્ટ બનાવવું પડ્શે. કુલ 4000 લોકો મને તેમના પ્રાણીઓ સાથે વાત કરવા વિનંતી કરી રહ્યા છે.

નિક્કી પ્રાણીઓના ફોટા જોઈને તેમની સાથે વાત કરવાનો દાવો કરે છે અને તેમને ટેલિપેથિક રીતે પ્રશ્નો પૂછે છે.

જે પછી તે પ્રાણીના માલિકને ફોન પરની સમગ્ર વાતચીત જણાવે છે.  નિક્કને પાળેલા પ્રાણીના નામ, લિંગ અને ઘરના સભ્યોના નામ અગાઉથી આપવાના હોય છે.

જો કે, નિક્કી પ્રાણીનાઉચ્ચારો અને વોઈસ ટોન સાંભળવાનો દાવો કરતી નથી. તે પ્રાણીઓ સાથે તેમના વ્યક્તિત્વના આધારે વાતચીત કરે છે. તેણી દાવો કરે છે કે તે મૃત પ્રાણીઓ સાથે પણ વાત કરે છે.

ટિકટોક પર તેના કામ માટે ઘણા લોકો નિક્કીનો સંપર્ક કરતા રહે છે. જો કે, એક બાજુ સોશિયલ મીડિયા પર તેની ટીકા થાય છે, અને લોકો તેના કામને ફ્રોડ પણ કહે છે. 

નિક્કી, હવે અન્ય લોકોને તેમના જુસ્સાને અનુસરવાની સલાહ આપે છે. તે કહે છે - હું એ કામ કરી રહી છું જે મને સૌથી વધુ પસંદ છે અને આનાથી વધુ ખુશી મને ક્યારેય નહીં મળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp