અમીર બનવા મહિલાએ છોડી સરકારી નોકરી, આ કામ કરીને સેવિંગ 4 ગણી કરી દીધી

PC: dailystar.co.uk

સામાન્ય રીતે સરકારી નોકરીને સૌથી સેફ માનવામાં આવે છે અને લોકો ખાનગી નોકરીની તુલનામાં આને વધારે પ્રાથમિકતા આપે છે. સરકારી નોકરી એવી ઘણી સુવિધા આપે છે જે પ્રાઈવેટ નોકરી ન આપી શકે. એવામાં એક મહિલાએ જ્યારે કંઇક નવું કરવા સરકારી નોકરી છોડી દીધી તો તે ચર્ચામાં આવી ગઇ. ડેલી સ્ટારની રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં સરકારી કર્મચારી તરીકે કામ કરનાર બ્રાયના ડાયમંડે વધારે પૈસા કમાવવા માટે સરકારી નોકરી છોડી દીધી.

બ્રાયના હવે ઓનલાઇન પોતાની તસવીરો વેચીને પૈસા કમાઇ છે. તે ખાસ વેબસાઇટ પર પોતાની એડલ્ટ તસવીરો પોસ્ટ કરે છે. જેના બદલામાં તેને સારા પૈસા મળી જાય છે. બ્રાયનાએ કહ્યું કે, સરકારી નોકરી છોડી આટલું મોટું પગલું લેવું અઘરું હતું પણ તે પોતાના દીકરાના ભવિષ્ય માટે સારા પૈસાની કમાણી કરી તેનું સેવિંગ કરવામાં માગતી હતી. મને આનો કોઇ પછતાવો નથી. મારે સ્ટેબલ થવાની જરૂર નથી. હું આવી જ સારી છું.

રિટાયરમેંટ સેવિંગ કરી 4 ગણી

બ્રાયનાએ કહ્યું, મેં કરિયર બદલીને મારું નિવૃત્તિ ફંડ 4 ગણું કરી લીધું છે. મેં પોતે મારો હેલ્થ ઈન્સ્યોરેંસ લીધો છે. બ્રાયના હવે દુનિયાભરમાં 33 અલગ અલગ પ્લેટફોર્મ્સ પર પોતાની તસવીરો પોસ્ટ કરે છે. જેમાં પ્લેબોય સેન્ટરફોલ્ડ વેબસાઇટ, મેનીવિડ્સ અને ફેન્સલી સામેલ છે. આ વેબસાઇટો પરથી થતા નફાથી તે પોતાનું અને તેના દીકરાનું ભવિષ્ય સિક્યોર કરી રહી છે. બ્રાયનાએ કહ્યું કે, તેણે ગોલ્ડ, લેન્ડ, કળા, બોન્ડ, સ્ટોકમાં રોકાણ કર્યું છે.

પરિવારનો ફુલ સપોર્ટ

તેણે કહ્યું કે, હું મારા દીકરા અને મારા ભવિષ્ય માટે તૈયારીઓ કરી રહી છું. અસ્થાયી ધન અસ્થાયી છે. જે ક્યારેય પણ ખતમ થઇ શકે છે. સૌભાગ્યથી તેનો પરિવાર તેના કરિયરના આ પગલામાં તેની સાથે છે. બ્રાયનાના પરિવારનું કહેવું છે કે, તે એવું કશું પણ કરતી નથી કે જેનાથી તેના અને પરિવારના નામ પર અસર પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp