આ છે દુનિયાના સૌથી નાના ‘ગોલ્ડ સ્મગલર્સ’, IFS ઓફિસરે શેર કર્યો વીડિયો

PC: abplive.com

સોશિયલ મીડિયા પર હંમેશા ઘણા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે, જેના પર લોકોની ખૂબ જ  પ્રતિક્રિયા પણ આવે છે.આવો જ એક વીડિયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો  છે.આ વીડિયો જોઈને લોકો વિશ્વાસ નથી કરી શકતા.તમે પણ જ્યારે આ વીડિયોને જોશો તો તમને વિશ્વાસ નહીં થશે કે, આવું પણ થઈ શકે છે.

જો કે, અત્યાર સુધીમાં તમે ચોરીની ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. ઘણીવાર CCTV ફૂટેજ દ્વારા ચોર ઝડપાઈ જાય છે તો ઘણીવાર વર્ષો સુધી કેસ ચાલ્યા પછી પણ આરોપી પોલીસની પહોંચથી દૂર રહે છે. IPS ઓફિસર દીપાંશુ કાબરાએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં સોનાની ચેઈન ચોરી થવાનો સંપૂર્ણ ફૂટેજ છે. પરંતુ આ વાયરલ વીડિયોને જોયા પછી પણ તમે મુખ્ય આરોપીને ઝડપી નહીં શકશો.

સોનાની ચેઈન લઈને ભાગી કીડીઓ

દેશમાં સ્મગલિંગને રોકવા માટે ખૂબ જ સખ્ત કાયદા બનાવવામાં આવ્યા છે. સ્મગલર્સને જેલના સળિયા પાછળ ધકેલવા માટે કડક જોગવાઈ છે. પરંતુ શું થશે જો સ્મગલિંગના ફુટેજ જોયા પછી પણ પોલીસ ચોરીના મુખ્ય આરોપીને પકડી જ નહીં શકે? IPS ઓફિસર દીપાંશુ કાબરા ઘણીવાર આશ્ચર્યજનક વીડિયો શેર કરતા હોય છે. આ વખતે તેમણે દુનિયાના સૌથી નાના સ્મગલર્સનો વીડિયો શેર કર્યો છે.

દિપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર અકાઉન્ટમાં 7 સેકન્ડનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કેટલીક કીડીઓ દેખાઈ રહી છે, જે સોનાની ચેઈન ચોરીને લઈ જઈ રહી છે. આ વીડિયોને જોઈને લોકો આશ્ચર્યચકિત છે અને તેઓને પોતાની આંખો પર વિશ્વાસ જ નથી થતો. આ અજબ ગજબ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

જો કે વાયરલ થઈ રહેલા આ વીડિયો બાબતે યુઝર્સ કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે, આટલા ચોરોમાંથી અંતે મુખ્ય આરોપીની ઓળખ કેવી રીતે કરવામાં આવશે. ઘણા લોકો IPS અધિકારી દિપાંશુ કાબરાને એમ પણ પૂછી રહ્યા છે કે, તેઓ આ નાના સ્મગલર્સને IPCની કઈ કલમ હેઠળ સજા આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp