તો એટલે મધ એટલું મોંઘું વેચાય છે? શું તમને તેની બાબતે ખબર હતી?

PC: twitter.com/HowThingsWork

મીઠું મધ માત્ર સ્વાદમાં જ સારું હોતું નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. પોતાના ઔષધીય ગુણોના કારણે મધ ઇમ્યુનિટી વધારવાનું કામ પણ કરે છે. એટલું જ નહીં આ ગોલ્ડન લિક્વીડને તેના એન્ટી-બાયોટિક ગુણો માટે પણ ઓળખવામાં આવે છે. મધ એક એવું લિક્વિડ છે જેને દરેક પસંદ કરે છે. મધ આપણાં ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરીને આપણને બીમારીઓથી બચાવવામાં ખૂબ મદદગાર હોય છે.

પ્રાકૃતિક મધના ઘણા પ્રકાર પણ હોય છે જેમ કે સરસવનું મધ, લીચીનું મધ, સુરજમુખીનું મધ, જંગલી મધ વગેરે વગેરે. એ સિવાય પણ ઘણા પ્રકાર હોય છે, પરંતુ આજે અમે આ આર્ટિકલમાં તેના પ્રકારોની વાત નહીં કરીએ. અમે મધની એક વિશેષ પ્રકાર બાબતે વાત કરીશું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એ બતાવી દીધું કે મધ કાઢવું કેટલું મુશ્કેલ હોય શકે છે.

તેમાં આપણને નજરે પડી રહ્યું છે કે દોરડાથી બંધાયેલો એક વ્યક્તિ ક્યાંક ઊંચા પર્વત પર લટકેલો છે. ત્યાં મધમાખીઓનો મોટો મધપૂળો લાગેલો છે અને એ વ્યક્તિ તેમાંથી મધ કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. મધપૂળો તોડતી વખત મધમાખીઓનું ટોળું તેને ચારેય તરફથી ઘેરી લે છે. એમ લાગે છે કે એ વ્યક્તિએ મધમાખીઓનો ધાબળો ઓઢેલો હોય. જો કે, એ વ્યક્તિ પૂરી રીતે સુરક્ષિત ઇક્વિપમેન્ટથી કવર છે એટલે તે સુરક્ષિત છે. ખૂબ મહેનત બાદ તે મધપૂળો નીચે મોકલે છે.

આ વીડિયોને ટ્વીટર પર @H0W_THlNGS_W0RK નામના એક પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. તેના પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, તે ‘મેડ હની’ નામનો એક સાઇકેડેલિક પદાર્થ છે જે એ મધમાખીઓ દ્વારા ઉત્પાદિત હોય છે જે રોડોડેંડ્રોન છોડની વિશિષ્ટ પ્રજાતિઓને ખાય છે. આ નેપાળના પર્વતોમાં જોવા મળે છે. વીડિયો જોયા બાદ એક અન્ય યુઝરે લખ્યું કે, આ એક રોબોટ છે. એક અન્ય યુઝરે લખ્યું કે, હું આ મધને એક વખત ખાવાનું પસંદ કરીશ. અત્યારે સુધી આ વીડિયોને 10.4 લાખ કરતા વધુ લોકો જોઇ ચૂક્યા છે.

મધના સેવનથી થતા ફાયદા:

મધ્યમ પ્રોટીન, વિટામિન-A, આયરન વગેરે ગુણાકારી તત્વ હોય છે.

તે શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ ફાયદો પહોંચાડે છે.

ખાલી પેટ મધ ખાવાથી ઘણા ફાયદા છે.

વજન ઓછું કરવામાં મદદગાર.

ઇમ્યુનિટી મજબૂત થાય છે.

ખાસીમાં ફાયદાકારક.

સ્કીન માટે પણ ફાયદાકારક

શરદી, ફલૂમાં ફાયદાકારક.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp