ઓપરેશન થિયેટરનો આવો વીડિયો જોઈને ઉડી જશે હોંશ, ઈલાજ દરમિયાન લડવા બેઠા ડૉક્ટરો

PC: twitter.com

ડૉક્ટરને ભગવાન માનવામાં આવે છે. જો આપણને કોઈ શારિરીક પરેશાની થાય છે તો ડૉક્ટર તેનો ઈલાજ કરે છે. ડૉક્ટરના જેટલાં પણ વખાણ કરીએ તેટલા ઓછા છે. હવે તમે વિચારી રહ્યા હશો કે અમે ડૉક્ટરોની વાત કેમ કરી રહ્યા છીએ. સોશિયલ મીડિયા પર ડૉક્ટરો સાથે જોડાયેલો એક વીડિયો ઘણા ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોયા પછી બધા શોક્ડ જોવા મળી રહ્યા છે. તમે પણ આ વીડિયોને જોઈને તમે પણ બે ઘડી વિશ્વાસ નહીં કરી શકો કે ડૉક્ટરો ખરેખરમાં આવું કંઈ કરી શકે છે. પરંતુ આ હકીકત છે, વીડિયોમાં ડૉક્ટરોની હરકત જુઓ અને પછી તેની પર વિશ્વાસ કરો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તે આઈસીયુનો છે. જ્યાં એક દર્દી બેહોશ પડ્યો છે. આ વીડિયોમાં તમે સાફ જોઈ શકો છો કે ઓપરેશન થિયેટરમાં ડૉક્ટરોની ટીમ દર્દીનો ઈલાજ કરી રહી છે, પરંતુ આ દરમિયાન બે ડૉક્ટરો વચ્ચે કંઈક એવું થઈ જાય છે કે જેના પછી મામલો વિવાદમાં બદલાઈ જાય છે. તમે વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે બંને ડૉક્ટર દર્દીની સામે લડતા જોવા મળી રહ્યા છે. જ્યારે ત્યાં હાજર ડૉક્ટરોની ટીમમાંથી કેટલાંક લોકો મામલાને ખતમ કરવાની વાત કરી રહ્યા છે પરંતુ તેની અસર કંઈ નથી થતી. બંને ડૉકટરો ઝઘડતા જ રહે છે.

આ વીડિયોની ઉત્પત્તિની હજુ પુષ્ટી થઈ નથી. આ વીડિયોને એક ટ્વિટર યુઝર @HasnaZarooriHai  એ શેર કર્યો છે. યુઝરે વીડિયોને પોસ્ટ કરતા લખ્યું છે કે જો ઓપરેશન થિયેટરમાં આવી કોઈ ઘટના થાય છે તો શું દર્દી બચી શકશે. વીડિયો ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોના વાયરલ થવા પર ઘણા યુઝર્સના રિએક્શન પણ સામે આવી રહ્યા છે.

એક યુઝરે લખ્યું છે કે ઓટી ભગવાનના ભરોસે છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે- ભણેલા-ગણેલા લોકો છે. દરરોજ સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયોઝ વાયરલ થતા જોવા મળે છે. તેવામાં આ વીડિયો ખરેખરમાં લોકોને શોક્ડ કરી દે તેવો છે કારણ કે લોકો ડૉક્ટર પર વિશ્વાસ કરીને પોતાના રોગનો ઈલાજ તેમની પાસે કરાવે છે અને જો તેઓ અંદર કંઈક આવું કરતા હોય તો પછી દર્દીને થતા નુકસાનની જવાબદારી કોણ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp