26th January selfie contest

રમીઝ રાજાને PCBની ઓફિસમાંથી બેઆબરૂ કરીને કાઢી મૂકવામા આવ્યો..દર્દ છલકાયું

PC: hindustantimes.com

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ પદેથી હટાવ્યા બાદ રમીઝ રાજાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે સવાર સવારમાં 10 વાગ્યે 17 લોકો ઓફિસમાં ઘુસી ગયા હતા અને જાણે એવું લાગ્યું હતું કે FIAના દરોડા પડી રહ્યા છે. અમને અમારો સામાન સુદ્ધા બહાર ન લઇ જવા દીધો.

ઇંગ્લેંડ સામેની શરમજનક હાર પછી આ દિવસોમાં પાકિસ્તાન ક્રિકેટમાં ઘણા બદલાવ ચાલી રહ્યા છે. પહેલા રમીઝ રાજાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના પ્રમુખ પદેથી હટાવીને નવા ચીફ નજમ સેઠીની નિમણૂક કરવામાં આવી હતી. આ પછી પસંદગી સમિતિમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યો છે.આ બધા બદલાવ વચ્ચે રમીઝે પાકિસ્તાન સરકાર અને PCB પર ભડાસ ઠાલવી છે.

હાલમાં જ રમીઝે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, એવું ફક્ત પાકિસ્તાનમાં જ થઈ શકે છે કે તમે નિયમોનું ઉલ્લંઘન કરીને કોઈને કાર્યકાળ પૂરો થતા પહેલા હટાવી રહ્યા છો. તે આ સમગ્ર મામલો આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવશે. આ નિવેદન બાદ ભારે હોબાળો થયો હતો. પરંતુ હવે રમીઝે વધુ એક ખુલાસો કરતા કહ્યું કે PCBના અધ્યક્ષ પદને લઈને થયેલા ફેરફાર બાદ સવારે 9-10 વાગ્યે જ 17 લોકો ઓફિસમાં ઘુસી ગયા હતા અને અમને અમારો સામાન લઇ જવાની પણ તક ન આપી.

રમીઝે કહ્યું, રાત્રે 2:30 વાગ્યે નજમ સેઠી ટ્વીટ કરે છે કે,બધા પાછા હટી જાઓ, હું આવી રહ્યો છું. એ પછી બીજા દિવસે સવારે જાણે દરોડા પડ્યા હોય એ રીતે માણસો ઓફિસમાં ઘુસી ગયા હતા અને અમારા કમ્પયૂટર, વર્લ્ડકપની મારી ટી-શર્ટ કશું પણ બહાર જઇ જવા ન દીધું. એટલે સુધી કે સ્ટાફના લોકોને ખુદા હાફીઝ કહેવાની પણ પરવાનગી નહીં આપી.

PCBના પૂર્વ પ્રમુખ રમીઝ રાજાએ કહ્યુ કે,આવું ફક્ત પાકિસ્તાનમાં જ થઈ શકે છે કે તમે એક વ્યક્તિ માટે બંધારણ બદલો અને એવું ક્યાંય થતું નથી. એક સમિતિ આવે છે જેણે ક્યારેય ક્રિકેટ નથી રમી, ક્રિક્રેટ સાથે કોઇ લેવા દેવા નથી, પરંતુ આવીને બોસ બની જાય છે. જેમણે જિંદગીમાં ક્યારે બેટ પકડ્યું નથી, કોઇ દિવસ બોલને હાથ લગાવ્યો નથી એવા લોકો ક્રિકેટને સંભાળવા આવ્યા છે. જ્યારે ક્રિકેટનો વિકાસ થઇ રહ્યો હોય ત્યારે અધવચ્ચે આવી ઘટના દુખ પહોંચાડનારી છે.

રમીઝ રાજાને સપ્ટેમ્બર 2021માં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને PCBના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. 36માં પ્રમુખ બનેલા રમીઝ 15 મહિના સુધી આ પદ પર રહ્યા. ઈમરાનને હટાવ્યા બાદ શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા છે. આવી સ્થિતિમાં તેમણે રમીઝને હટાવીને ફરીથી નજમ સેઠીને પ્રમુખ બનાવ્યા. નજમ સેઠી 2017માં પીસીબીના અધ્યક્ષ હતા, જેમણે ઈમરાનની સરકારમાં રાજીનામું આપવું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp