સિસોદિયા કેસમાં 8 પાર્ટીઓ આવી સાથે, PM મોદીને ચિઠ્ઠી લખી કે- CBI અને ED...

PC: ddnews.gov.in

વિપક્ષના 9 નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. ચિઠ્ઠીમાં વિપક્ષે CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી એજન્સીઓના દુરુપયોગની વાત કહેતા ભારતીય જનતા પાર્ટી (BJP)ની નિંદા કરી છે. ચિઠ્ઠીમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા પર પણ નિશાનો સાધવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, વિપક્ષના જે નેતા ભાજપમાં સામેલ થઈ જાય છે, તેની વિરુદ્ધ તપાસ ધીમી ગતિએ થાય છે.

પત્રમાં આ રાજ્યપાલ કાર્યાલય પર ચૂંટાયેલી સરકારોના કામમાં દખલઅંદાજી કરવાનો આરોપ પણ લગાવ્યો છે. કહેવામાં આવ્યું છે કે, રાજ્યપાલ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધતી તિરાડનું કારણ બની રહ્યા છે. વિપક્ષી નેતાઓએ દાવો કરે છે કે, કેન્દ્રીય એજન્સીઓની છબી ખરાબ થઈ રહી છે. સાથે જ તેમણે તેના પર ચિંતા પણ વ્યક્ત કરી છે. ચિઠ્ઠીમાં આગળ કહેવામાં આવ્યું છે કે, 26 ફેબ્રુઆરીના રોજ લાંબી પૂછપરછ બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની CBIએ ધરપકડ કરી લીધી. તેમની ધરપકડ કરતી વખત તેમની વિરુદ્ધ કોઈ પુરાવા પણ દેખાડ્યા નથી. વર્ષ 2014 બાદ જે નેતાઓ પર પણ એક્શન થયું છે, તેમાં મોટા ભાગના વિપક્ષના જ છે.

આ 9 નેતાઓએ લખી સંયુક્ત ચિઠ્ઠી:

બંગાળના મુખ્યમંત્રી અને TMC ચીફ મમતા બેનર્જી.

દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ.

પંજાબના મુખ્યમંત્રી અને AAP નેતા ભગવંત માન.

તેલંગણાના મુખ્યમંત્રી અને BRS પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP) ચીફ અખિલેશ યાદવ.

બિહારના નાયબ મુખ્યમંત્રી અને RJD નેતા તેજસ્વી યાદવ.

NCP ચીફ શરદ પવાર.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે.

જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા.

હાલમાં જ દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાની CBIએ ધરપકડ કરી દીધી હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને પૂછપરછ માટે 5 દિવસની CBI રિમાન્ડ પર મોકલી દીધા છે. રિમાન્ડ સમાપ્ત થવા પર તેમને ફરી એક વખત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તેમને ફરી 2 દિવસના CBI રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. આ અગાઉ 20 ફેબ્રુઆરીના રોજ છત્તીસગઢના કોયલા લેવી કૌભાંડમાં EDએ મોટી કાર્યવાહી કરી હતી.

કૌભાંડમાં મની લોન્ડ્રિંગની તપાસ કરી રહેલી EDએ કોંગ્રેસના કોષાધ્યક્ષ, ધારાસભ્ય સહિત તમામ નેતાઓને ત્યાં છાપેમારી કરી હતી. આ છાપેમારી એવા સમયે થઈ હતી, જ્યારે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 24-26 ફેબ્રુઆરી સુધી કોંગ્રેસ પાર્ટીનું અધિવેશન થવાનું હતું. EDએ એક ડઝનથી વધારે સ્થળો પર છાપેમારી હતી હતી. તેમાં કોંગ્રેસી નેતાઓના ઘર પણ સામેલ હતા. રિપોર્ટ્સ મુજબ, ED એ લોકોની તપાસ કરી રહી છે, જેમને હાલની સરકારમાં કોયલા લેવી કૌભાંડમાં લાભ મળ્યો છે. આરોપ છે કે, છત્તીસગઢમાં કોયલા કૌભાંડ થયો છે. તેમાં વરિષ્ઠ નોકરશાહ, વેપારી, રાજનેતા અને વચેટિયા સામેલ હોવાની આશંકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp