સુરતમાં આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા, તમે આના પર શું કહેશો?

PC: indianexpress.com

સુરતના આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. ભાજપ કમલમ ખાતે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો પહોંચ્યા હતા. આ વાતની પાર્ટીના પહેલા 4 અને નવા 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. કુલ 10 કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ધારણ કર્યો. આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ઉધાનમાં આવેલા ભાજપ કાર્યાલયે પહોંચીને ભાજપમાં જોડાયા હતા. ભાજપ કાર્યાલય ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતના મોટા નોતાઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

આમ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાવાના છે તેમના નામ સામે આવ્યા છે. વોર્ડ નંબર-5ના કોર્પોરેટર અશોક ધામી, વોર્ડ નંબર-5ના મહિલા કોર્પોરેટર નિરાલી પટેલ, વોર્ડ નંબર-4ના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયા,  વોર્ડ નંબર-17ના મહિલા કોર્પોરેટર સ્વાતિ ક્યાડા, વોર્ડ નંબર-5ના કોર્પોરેટર કિરણ ખોખાણી, વોર્ડ નંબર-4ના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા, વોર્ડ નંબર-3ના મહિલા કોર્પોરેટર ઋતા ખેની, વોર્ડ નંબર-8ના મહિલા કોર્પોરેટર જ્યોતિ લાઠીયા, વોર્ડ નંબર-2ના મહિલા કોર્પોરેટર ભાવના સોલંકી, વોર્ડ નંબર-16ના કોર્પોરેટર વિપુલ મોવલિયાનો સમાવેશ થાય છે.

આમ આદમી પાર્ટીના આ 10 કોર્પોરેટરો ભાજપ કાર્યાલયે જોડાયા છે. સુરત આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ભાજપ જોડાયા બાદ હવે માત્ર વિરોધ પક્ષમાં 17 કોર્પોરેટર રહ્યા છે. તો દિલ્હીના કથિત આબકારીનીતિ કૌભાંડના કેસમાં મનિષ સિસોદિયા બાદ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે. કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ આ કેસમાં શુક્રવારે અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. CBIએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 16 એપ્રિલની સવારે 11:00 વાગ્યે પૂછપરછ માટે પોતાની ઓફિસ બોલાવ્યા છે.

તપાસ એજન્સીએ પોતાની નોટિસમાં કહ્યું છે કે, નવી આબકારી નીતિ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, CBI આ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની પહેલા જ ધરપકડ કરી ચૂકી છે. સિસોદિયા હાલમાં તિહાડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. આ પ્રકારનો આરોપ છે કે દિલ્હી સરકારની 2021-22ની આબકારી નીતિમાં દારૂના વેપારીઓનું લાઇસન્સ આપવા માટે કેટલાક ડીલરોને ફાયદો પહોંચાડવામાં આવ્યો, જેમણે કથિત રીતે તેના માટે લાંચ આપી હતી. જો કે, આમ આદમી પાર્ટીને આ આરોપોનું ખંડન કર્યું હતું. દિલ્હી સરકારે નવી આબકારી નીતિ પછી પાછી લઈ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp