કેરળના એક મહિલા IAS ઓફિસરે વિધાનસભા અને મંત્રી પદેથી વિદાય રહેલા એક રાજનેતાને આલિંગન આપ્યું તો સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. જો કે, કેટલાંક લોકોએ મહિલા અધિકારીની પ્રસંશા પણ કરી છે.
કેરળની અલાથુર બેઠક પરથી લોકસભા જીતીને સાંસદ બનેલા કે. રાધાકૃષ્ણને વિધાનસભામાંથી ધારાસભ્ય પદે અને મંત્રી પદેથી રાજીનામું આપ્યું તો તેમને ગુડ બાય કહેવા માટે IAS અધિકારી દિવ્યા ઐય્યર તેમને જાહેરમાં ગળે મળ્યા. આ તસ્વીર દિવ્યા ઐય્યરે પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
કેટલાંક લોકોએ સંભવિત વલ્ગર કોમેન્ટની ચિંતા કર્યા વગર સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરવા માટે દિવ્યાની હિંમતની પ્રસંશા કરી છે. ઐય્યરે કહ્યું કે, લોકો આ તસ્વીરને જુદા જુદા નજરિયાથી જોઇ શકે છે, પરંતુ મારા માટે આ એક વ્યકિતનો બીજા વ્યકિત પ્રત્યેનો માત્ર આદર છે.