ભરૂચ-અંકલેશ્વર પૂરને લઈને AAP MLA ચૈતર વસાવાએ કેમ કહ્યુ-ખેડૂત ભાઈઓ સાથે ક્રૂર...

PC: youtube.com

હાલમાં જ ભરૂચ અંકલેશ્વરમાં આવેલા પૂર અને તેના લીધે થયેલા નુકસાનને લઈને આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, સરદાર સરોવર ડેમમાંથી 17 સપ્ટેમ્બરના રોજ 23 દરવાજા ખોલીને 18 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જ્યારે નર્મદા, ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામડાઓમાં એ પાણી એક એક માળ સુધી ઘૂસી ગયું અને તેના લીધે આજે ખેતીમાં ખૂબ મોટું નુકસાન થયું છે.

તેમણે આગળ કહ્યું કે, છેલ્લા 5 દિવસથી અમે અને અમારી ટીમ એ વિસ્તારમાં ફરી રહ્યા છીએ અને રાહતનું કામ કરીએ છીએ, ત્યારે અમને લાગે છે કે સરકારને કદાચ આ વિસ્તારની નુકસાનીનો અંદાજો નથી એટલે સરકારે ગઈ કાલે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેમાં બિન પિયત પાકો માટે હેક્ટરે 8,500, પિયત ખેતી માટે હેક્ટરે 25 હજાર અને બાગાયતી પાકો માટે હેકટરે 1 લાખ 25 હજાર અને એ પણ તમામ બે હેક્ટરની મર્યાદામાં અને 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેમને જ મળવા પાત્ર છે.

ત્યારે સરકારને કહેવા માગીએ છીએ કે આ અમારા ખેડૂત ભાઈઓ સાથે ક્રૂર મજાક છે અને આ વળતર વધારવામાં આવે. હેક્ટરની મર્યાદા દૂર કરવામાં આવે એવી અમારી માગ છે. સાથે સાથે સરકારને કહેવા માગીએ છીએ કે, લાખો લોકોના ઘરો નાશ થઈ ગયા, પશુઓના મોત થઈ ગયા, જાન-માલને નુકસાન થયું, તેમનો પણ સહાય પેકેજમાં સમાવેશ કરવામાં આવે. વળતર સહાય ચૂકવવામાં આવે. જો સરકાર એમ નહીં કરે તો આગામી દિવસોમાં પ્રજામાં આક્રોશ હશે અને સરકારને તેનો સામનો કરવો પડશે.

હાલમાં જ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુલાકાતે આવી પહોચ્યા હતા, જ્યાં તેઓએ પૂર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય હતી. હજારો લોકોની ઘરવખરીનો સામાન પાણીમાં તણાઇ જતા મોટું નુકસાન થયું છે. આ સાથે જ કેટલાક પશુપાલકોના ઢોર પાણીમાં તણાઇ જતા મોત થયા છે, જ્યારે અનેક ખેડૂતોનો પાક પૂરના પાણીથી નાશ તઇ ગયો છે.

એવામાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોર, પાણેથા, તરસાલી ઓરપટાર, ટોઠીદ્રા અને જુનાપરા સહિતના અનેક વિસ્તારોમાં લોકોના મકાનો પાણીમાં ગરકાવ થઈ જવાથી લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે ઝઘડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ પૂર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ પણ કર્યું હતું. આ સાથે જ અસરગ્રસ્તોની વેદનાઓ સાંભળી ઉચ્ચકક્ષાએ જૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત તેમણે તંત્રની બેદરકારીના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય હોવાના સરકાર પર પ્રહારો કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp