કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી શું AAP મોડલ અપનાવશે?

PC: newindianexpress.com

કર્ણાટક ચૂંટણીને લઇને કોંગ્રેસ પાર્ટીએ પોતાનો પ્રચાર પણ ચાલુ કરી દીધો છે, લોકોને મોટી મોટી વાત કરવાની ચાલુ થઇ ગઇ છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સોમવારે કર્ણાટક પહોંચ્યા હતા. તેમણે ત્યાં એક રેલીને સંબોધતા ફક્ત ભાજપ પર નિશાનો જ ન સાધ્યો, પણ રાજ્યમાં મહિલાઓને સશક્ત કરવાનો પ્લાન પણ સમજાવ્યો. તેમની તરફથી એલાન કરવામાં આવ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ દરેક મહિલાને દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે. ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર દ્વારા આ પૈસા મહિલાઓ સુધી પહોંચાડવામાં આવશે. પાર્ટીએ તેને ગૃહ લક્ષ્મી યોજના નામ આપ્યું છે.

આ યોજના હેઠળ કોંગ્રેસ પાર્ટી દર મહિને કોઇપણ ઘરની મહિલા મુખિયાને 2000 રૂપિયા આપશે. તેનું એલાન કરતા પ્રિયંકા ગાધીએ કહ્યું કે, એ જોઇને દુખ થાય છે કે, ભાજપ રાજ્યને ફક્ત લૂંટવાનું કામ કરી રહ્યું છે. 40 ટકા કમીશન લેવાનું કામ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ LPG અને બીજી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. આ મોંઘવારીનો બોજો મહિલાઓ ઉઠાવી રહી છે. આ દરેકની ઉપર ભાજપના લોકો મહિલાઓ વિરૂદ્ધ અત્યાચારને પ્રોત્સાહન આપી રહ્યા છે. જ્યારે પહેલા રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે અન્ન ભાગ્ય, નમસ્વિની જેવી કેટલીક યૌજનાઓને સફળતા પૂર્વક જમીન પર લાવવામાં આવી હતી. ત્યારે મહિલા સશક્તિકરણ પર ખાસ ભાર મૂકવામાં આવતો હતો.

પ્રિયંકાએ પોતાના સંબોધનમાં એ વાત પર ભાર મૂક્યો કે, જો મહિલા સશક્ત હશે તો આખો પરિવાર સશક્ત હશે. એ વાતને સમજતા કોંગ્રેસ દરેક મહિલાને દર મહિને 2000 રૂપિયા આપવાનું એલાન કરે છે. આ પૈસાથી આ મહિલાઓ પોતાનું ઘર ચલાવી શકશે. આ યોજનાથી 1.5 કરોડ મહિલાઓને લાભ થશે. મહિલાઓ સાથે વાતચીત દરમિયાન પ્રિયંકાએ કેટલાક સવાલ પણ પૂછ્યાં. તેમણે કહ્યું કે, શું ભાજપના રાજમાં મહિલાઓના જીવનમાં કોઇ ફેરફાર આવ્યો, શું તેમને નોકરી મળી, શું તેમને આઝાદી મળી. તેમના તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ભાજપના મંત્રી રાજ્યમાં કામ કરવા માટે 40 ટકા કમિશન પણ લે છે.

પ્રિયંકા ગાંધીની આ ફક્ત એક રેલી નથી, આ ફક્ત ચૂંટણી એલાન નથી. આ કોંગ્રેસની રણનીતિ છે જેના દમ પર પાર્ટી રાજ્યમાં ફરથી સત્તા પર આવવા માગે છે. આ સમયે કોંગ્રેસ દ્વારા બે મુદ્દા પર ભાર મુકી રહ્યું છે. એક તરફ પાર્ટીની તરફથી 200 યૂનિટ વિજળી ફ્રી જેવા એલાન કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ મહિલાઓને 2000 રૂપિયા આપવાની વાત કરવામાં આવી રહી છે. કર્ણાટકનું જેવું રાજકારણ છે, ત્યાં મહિલા વોટરોની સંખ્યા વધારે છે. આંકડા અનુસાર, કર્ણાટકની 224 સીટોમાં 49 ટકા મહિલા વોટર છે. કોંગ્રેસ પાર્ટી તે જ 49 ટકા મહિલાઓ પર પોતાનું ફોકસ કરી રહી છે. સોમવારે તો ફક્ત 2000 રૂપિયા આપવાની વાત થઇ છે. થોડા દિવસોમાં પાર્ટી મહિલાઓ માટે આખું અલગ ઘોષણા પત્ર લાવવાની તૈયારીમાં છે.

એ જ રીતે કોંગ્રેસ અમુક મુદ્દાઓમાં હવે આમ આદમી પાર્ટીના પદ ચિન્હો પર ચાલતું નજરે પડી રહ્યું છે. જે દિલ્હી મોડલના દમ પર પાર્ટીએ પંજાબમાં પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવી છે, ગુજરામાં કોંગ્રેસને ટક્કર આપી છે. હવે એ જ દિલ્હી મોડલના અમુક મુદ્દાઓને કોંગ્રેસ પોતાની રણનીતિનો હિસ્સો બનાવી રહ્યું છે. આવું એટલા માટે કે, 200 યૂનિટ વીજળી ફ્રી આપનારી વાત સૌથી વધારે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. દિલ્હીમાં એ પ્રકારની સસ્તી વિજળી આપવાની વાત સૌથી વધારે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. દિલ્હીમાં એ પ્રકારની સસ્તી વિજળી આપીને મિડલ ક્લાસ વોટરોને પાર્ટીએ પોતાની તરફ કરી લીધી છે. પંજાબમાં પણ મુખ્યમંત્રી ભગવંત માન આવું એલાન કરી ચૂક્યા છે. હવે કોંગ્રેસ પણ એ પ્રકારની વાતની ગેરેન્ટી આપી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp