વિપક્ષ બેઠકમાં પ્રેસ કોન્ફરન્સ પહેલા નારાજ થઈ કેજરીવાલ નીકળી ગયા, જણાવ્યું કારણ

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર આપવા માટે તમામ વિપક્ષી પાર્ટીઓ એક સાથે ઊભી થઈ ગઈ છે. આ અનુસંધાને શુક્રવારે પટનામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની વિરોધી પાર્ટીઓની મીટિંગ થઈ. આ મીટિંગમાં કુલ 15 પાર્ટીઓ સામેલ થઈ હતી. લગભગ ત્રીસથી વધુ વિપક્ષી પાર્ટીના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાનો પ્લાન બનાવ્યો. બેઠકની મેજબની બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કરી હતી.
બેઠક બાદ તેમણે કહ્યું કે, બધી પાર્ટીઓ એક સાથે ચૂંટણી લડશે. જો કે, આ બેઠક બાદ આમ આદમી પાર્ટી (AAP) ખૂબ નારાજ દેખાઈ રહી છે. તો મીટિંગ બાદ વિપક્ષી પાર્ટીઓને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ન દેખાયા. નાખુશ આમ આદમી પાર્ટીએ એક નિવેદન જાહેર કરીને પોતાની નારાજગીનું કારણ પણ બતાવ્યું છે. આમ આદમી પાર્ટી ટ્રાન્સફર-પોસ્ટિંગવાળા વટહુકમ વિરુદ્ધ કોંગ્રેસનો સપોર્ટ ઈચ્છે છે. પટના બેઠકમાં સામેલ 15માંથી કુલ 12 પાર્ટીઓનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ છે.
તેમાંથી કોંગ્રેસને છોડીને બધી પાર્ટીઓએ કેજરીવાલનું સમર્થન કર્યું. આ વાતને લઈને કોંગ્રેસ નાખુશ છે. નિવેદન જાહેર કરતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે, ‘કેન્દ્રના વટહુકમને લઈને કોંગ્રેસનું મૌન અને ખચકાટના કારણે આમ આદમી પાર્ટી માટે કોઈ પણ ગઠબંધનનો હિસ્સો બનવાનું મુશ્કેલ થઈ જશે, જેમાં કોંગ્રેસ સામેલ હશે. જ્યાં સુધી કોંગ્રેસ આ કાળા વટહુકમની સાર્વજનિક રૂપે નિંદા નહીં કરે અને એ જાહેરાત કરતી નથી કે તેમના બધા 31 રાજ્યસભાના સાંસદ તેનો વિરોધ કરશે, ત્યાં સુધી કોઈ પણ બેઠકમાં આમ આદમી પાર્ટીનું સામેલ થવાનું મુશ્કેલ થઈ જશે, જેમાં કોંગ્રેસ પણ સામેલ હશે.
કોંગ્રેસને ચેતવણી આપતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે કોંગ્રેસ એ નક્કી કરે કે તે દિલ્હીની જનતા સાથે ઊભી છે કે મોદી સરકાર સાથે.’ વિપક્ષી એકતાવાળી એ મીટિંગ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરત જ દિલ્હી જવા નીકળી ગયા. મુખ્યમંત્રી નીતિશ કુમારને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમનો પ્લેન જવાનું હતું. એટલે તેઓ દિલ્હી નીકળી ગયા. બેઠક બાદ આમ આદમી પાર્ટી કોંગ્રેસની નિયત પર સવાલ ઉઠાવ્યા.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ‘કોંગ્રેસ એક નેશનલ પાર્ટી છે અને બધા મુદ્દા પર પોતાનું સ્ટેન્ડ લે છે, પરંતુ અત્યાર સુધી કેન્દ્રના વટહુકમને લઈને કોંગ્રેસે કંઈ કેમ ન કહ્યું. કોંગ્રેસનું આ મૌન શંકા ઉત્પન્ન કરે છે. કોંગ્રેસે હવે એ નક્કી કરવાનું હશે કે આખરે કોની સાથે છે. તે આ વટહુકમને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે કે દિલ્હી જનતા એટલે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની દિલ્હી અને પંજાબ એકાઈએ વટહુકમવાળા મુદ્દાને લઈને કેજરીવાલનો સપોર્ટ કરવાની ના પાડી દીધી છે.
બેઠક બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, બધી પાર્ટીઓએ એક સાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓની આગામી બેઠક શિમલામાં થશે. તેમણે વર્ષ 2024ની ચૂંટણીની રણનીતિને લઈને કહ્યું કે અલગ-અલગ રાજ્યો માટે અલગ પ્લાન બનશે. એવામાં આમ આદમી પાર્ટીની નારાજગી બાદ એ જોવાનું રસપ્રદ રહેશે કે શું વિપક્ષી એકતા જેવીની તેવી બની રહે છે કે તે પહેલા જ પગલે તૂટી જશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp