માફિયા અતીકની હત્યાથી શું ભાજપ થશે ફાયદો કે નુકસાન? સરવેના આંકડા ચોંકાવનારા

PC: moneycontrol.com

માફિયામાંથી રાજનેતા બનેલા અતીક અહમદ અને તેના ભાઈ અશરફની શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ અગાઉ અતીકના પુત્ર અસદનું પણ એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું. વિપક્ષ સહિત ઘણા લોકોએ અતીક અને અશરફના કેસમાં ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાનો સાધ્યો છે. કેટલાક ગંભીર સવાલ પણ ઊભા કરવામાં આવ્યા છે. આ દરમિયાન ABP અને C વો઼ટરે એક સરવે કર્યો છે. અતીક અહમદ માર્યા ગયા બાદ તેમાં જનતા પાસેથી મંતવ્યો લેવામાં આવ્યા છે.

15 એપ્રિલના થયેલી હત્યા બાદ 17 એપ્રિલ વચ્ચે થયેલા આ સરવેમાં 1700 લોકોને સામેલ કરવામાં આવ્યા છે. સરવેના આંકડા ચોંકાવનારા છે. લોકોને પૂછવામાં આવ્યું કે, શું અસદના એન્કાઉન્ટર, અતીક અને અશરફની હત્યાથી ભાજપને નુકસાન પહોંચશે કે પછી ફાયદો થશે?

તેના પર લગભગ 47 ટકા લોકોએ કહ્યું કે તેનાથી ભારતીય જનતા પાર્ટી (BJP)ને ફાયદો થશે. તો 17 ટકા લોકોએ નુકસાન ગણાવ્યું. લગભગ 26 ટકા લોકોનું માનવું છે કે તેનાથી ભાજપ પર કોઈ અસર નહીં પડે. 10 ટકાએ ખબર નહીંનો જવાબ આપ્યો છે.

સરવેમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે, પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યાને કઈ રીતે જુઓ છો? આ સવાલ પર 14 ટકા લોકોએ તેને પોલીસની નિષ્ફળતા બતાવી. 24 ટકા લોકોનું માનવું છે કે આ રાજનૈતિક ષડયંત્ર છે. સૌથી વધુ 51 ટકા લોકોનું કહેવું હતું કે તે માફિયા હતો. એવામાં તેનાથી કોઈ ફરક પડતો નથી કે તે કઈ રીતે મર્યો. 11 ટકાએ ખબર નહીંનો જવાબ આપ્યો.

માફિયા અને પૂર્વ સાંસદ અતીક અહમદ અને તેના પૂર્વ ધારાસભ્ય ભાઈ ખાલીદ અજીમ ઉર્ફ અશરફની પોલીસ કસ્ટડીમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ બાબતે તપાસ માટે ઉત્તર પ્રદેશ પોલીસે 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. વિશેષ પોલીસ મહાનિર્દેશક (કાયદા વ્યવસ્થા) પ્રશાંત કુમારે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, પ્રયાગરાજના પોલીસ કમિશનર આર.કે. વિશ્વકરમાં આદેશ પર અપર પોલીસ ડેપ્યુટી કમિશનર, ગુના (મુખ્ય વિવેચક)ના નેતૃત્વમાં 3 સભ્યોની SIT બનાવવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, ગુણવત્તાપૂર્ણ તેમજ સમયબદ્ધ તપાસ સુનિશ્ચિત કરવા માટે 3 સભ્યોની નિગરાણી ટીમની પણ રચના કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ટીમના પ્રમુખ પ્રયાગરાજના અપર પોલીસ મહાનિર્દેશક હશે તેમજ પ્રયાગરાજના પોલીસ કમિશનર અને લખનૌ સ્થિતિ વિધિ વિજ્ઞાન પ્રયોગશાળાના ડિરેક્ટર તેના સભ્ય હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp