ભાજપના સાંસદનો લવારો, પહેલા લોકો ભૂખથી મરતા હવે ખાય-ખાયને મરે છે

PC: abplive.com

ઉત્તર પ્રદેશના બાગપતના સાંસદ સત્યપાલે હજુ એક દિવસ પહેલાં જ વિચિત્ર નિવેદન આપ્યું હતું કે કમળને વોટ આપજો નહીં તો, લક્ષ્મી માતા રિસાઇ જશે. હવે ભાજપના અન્ય એક સાંસદે પણ લવારા કર્યા છે. ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદ ડો. રામશંકર કઠેરિયાએ વાહિયાત નિવેદન આપ્યું છે. સાંસદે કહ્યું કે, 2014 પહેલાં કોંગ્રેસની સરકારમાં ગરીબો ભૂખથી મરી જતા હતા, પરતુ અમારી સરકાર 2014 પછી એટલું બધું આપી રહી છે કે વધુ ખાવાથી ગરીબો મરી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની નવ વર્ષની સિદ્ધિઓ ગણવા સિહોર આવેલા યુપીના ભાજપના સાંસદ રામશંકર કથેરિયાએ આ નિવેદન આપ્યું હતું.

સિહોર જિલ્લાના મુખ્યાલયની એક હોટલમાં ઉત્તર પ્રદેશના ઇટાવાથી ભાજપના સાંસદ ડો. રમાશંકર કઠેરિયાએ એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે સફળ 9 વર્ષ ભારતના નિર્માણ, સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ માટે સમર્પિત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની દરેક ક્ષણ દેશને મહાશક્તિ બનાવવા માટે લગાડી છે. આજે આખી દુનિયા કહી રહી છે કે 21મી સદી ભારતની સદી છે. તેમણે મોદી સરકારની 9 વર્ષની સફળતાને 9 મુદાઓમાં સમજાવી હતી.

કથેરિયાએ જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ, નવીનતા, સુરક્ષા, આંતરિક અને સરહદી સુરક્ષા, સરકારની કાર્યશૈલીમાં ફેરફાર, ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા, ટેક્નોલોજીનો ઉપયોગ વધારવો, સાંસ્કૃતિક મૂલ્યના મુદ્દા પાછા લાવવા, ધાર્મિક વિકાસ, ધાર 370 અને 35A ની પાછી ખેંચી લેવી જેવા કારણોથી ભારતના વિશ્વ મંચ પર માન વધી રહ્યું છે.

ભાજપ સાંસદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દેશના 9.6 કરોડ પરિવારોને ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો, 11.50 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા. ગામડા, ગરીબો, શ્રમિકો અને ખેડૂતોના કલ્યાણ માટે યોજનાઓ બનાવવાનું અને લાયક પરિવારોને લાભ આપવાનું કામ આ 9 વર્ષમાં કરવામાં આવ્યું છે. જ્યારે સરકારે સત્તા સંભાળી ત્યારે દેશના 24 હજાર ગામડાઓમાં વીજળી નહોતી, આજે તે તમામ 24 હજાર ગામો વીજળીથી ઝળહળી રહ્યાં છે.

આ 9 વર્ષમાં રેલવે, એરપોર્ટ, ગ્રામણી રસ્તાઓના ક્ષેત્રમાં ઐતિહાસિક કામ થયા છે, જે પ્રજાને નજરે પડે છે. 9 વર્ષમાં ભારતની રાજનીતિ, સંસ્કૃતિમાં એક આદર્શ સ્વરૂપ વિકસિત કર્યું છે. ભારતે ‘સબ કા સાથ સબકા વિકાસની’ વાર્તા લખી છે. પહેલાં ભારતનો અવાજ સંભળાતો નહોતો, આજે જ્યારે ભારત બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઅ જાતિવાદ, પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તૃષ્ટિકરણના રાજકારણને ખતમ કરીને વિકાસવાદની રાજનીતિ કરી છે.

સાંસદે આગળ કહ્યું કે, પહેલા યોજનાઓ માત્ર કાગળ પર રહી જતી હતી, હવે એક જ કાર્યકાળમાં યોજના બને છે, જમીન પર ઉતારવામાં આવે છે અને પૂર્ણ કરવામાં આવે છે.કઠેરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં અયોધ્યાના રામમંદિર, ઇન્ડિયા ગેટ, જનધન ખાતા વગેરેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp