નેતા બોલ્યા-વંદે માતરમની ઇજ્જત કરું છું, પણ વાંચી નહીં શકું, ઇસ્લામમાં કોઈ...

મહારાષ્ટ્રની સમાજવાદી પાર્ટી (SP)ના એક નેતાએ કહ્યું કે, વંદે માતરમનું તેમના મનમાં ખૂબ ઇજ્જત છે. પાર્ટીના ધારાસભ્ય અબુ આજમીએ કહ્યું કે, ‘જ્યારે પણ સદનમાં વંદે માતરમ થાય છે તો હું ઊભો થઈને સન્માન કરું છું, પરંતુ હું વાંચી નહીં શકું કેમ કે મારા ધર્મમાં કહેવામાં આવ્યું છે કે, અલ્લાહ જેણે જમીન બનાવી, આકાશ બનાવ્યું, સૂરજ બનાવ્યો, ચંદ્ર બનાવ્યો, આખી દુનિયા બનાવી, અમે તેમના સિવાય કોઇની આગળ માથું નહીં ઝુકાવી શકીએ. એમ મારા ધર્મમાં કહેવામાં આવ્યું છે. હું તમારું કોઈ અપમાન કરી રહ્યો નથી. સુપ્રીમ કોર્ટે મને અધિકાર આપ્યો છે.
અબુ આજમી બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં સંભાજીનગર જિલ્લામાં દંગાના મુદ્દા પર પોતાની વાત રાખતા કહ્યું કે, સરકાર અસલી મુદ્દાથી લોકોનું ધ્યાન હટાવવા માટે વંદે માતરમનો મુદ્દો ઉછાળી રહી છે. આ દેશ જેટલો તમારો છે, એટલો અમારો પણ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, અમે એ છીએ જેના પૂર્વજોએ આ દેશ માટે પોતાનો જીવ આપ્યો, અમે એ છીએ. જેમણે પાકિસ્તાનને નહીં ભારતને પોતાનો દેશ માન્યો. અમને ઇસ્લામ શીખવે છે કે માથું એની આગળ જ ઝુકાવો, જેણે આ આખી દુનિયા બનાવી છે.
#WATCH | Maharashtra Samajwadi Party MLA Abu Azmi says, "I respect 'Vande Mantram' but I can't read it because my religion says we can't bow down to anyone except 'Allah'. pic.twitter.com/uYJmkR7GWj
— ANI (@ANI) July 19, 2023
મારા ધર્મ મુજબ, જો હું વંદે માતરમ નહીં બોલી શકું તો તેનાથી મારા દિલમાં મારા દેશ માટે ઇજ્જત અને મારી વતનપરસ્તીમાં કોઈ કમી હોતી નથી અને તેનાથી કોઈને આપત્તિ પણ ન હોવી જોઈએ. જેટલા તમે આ દેશના છો, એટલા અમે પણ. તેમના આ નિવેદન પર પલટવાર કરતા ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કરી. તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટીના અબુ આજમી કહે છે કે હું વંદે માતરમ નહીં કહું. હું પોતાનું માથું નહીં ઝુકાવું, કેમ કે મારો ધર્મ તેની મંજૂરી આપતો નથી. શું તે INDIAનો વિચાર છે? અથવા એ ભારત વિરોધી છે? સમાજવાદી પાર્ટી આ કથિત INDIAનો હિસ્સો છે.
हम वो है जिनके पूर्वजों ने इस देश के लिए अपनी जान दी, हम वो है जिन्होंने पाकिस्तान को नहीं भारत को अपना मुल्क माना। हमें इस्लाम सिखाता है की सर उसी के आगे झुकाओ जिसने ये सारा जहान बनाया। मेरे मज़हब के मुताबिक अगर मैं वंदे मातरम नहीं बोल सकता हूँ तो इस से मेरे दिल में मेरे मुल्क… pic.twitter.com/daMQOR8ZdH
— Abu Asim Azmi (@abuasimazmi) July 19, 2023
તેમણે આગળ કહ્યું કે, નામમાં INDIA છે, પરંતુ એજન્ડામાં નહીં! આ અગાઉ સમાજવાદી પાર્ટીએ આતંકવાદીઓને મુક્ત કરાવ્યા અને યાકુબ, અફઝલને સંરક્ષણ આપ્યું. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નોર્વેકરે ધારાસભ્યોને શાંત રહેવાની આપીલ કરી અને કહ્યું કે, આજમીની ટિપ્પણીઓ વિષય માટે અપ્રાસંગિક છે. તેમણે ચર્ચા માટે સૂચિબદ્ધ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. નોર્વેકરની અપીલ બાદ પણ હોબાળો ચાલુ રહ્યો અને ત્યારબાદ તેમણે સદનની કાર્યવાહી 10 મિનિટ માટે સ્થગિત કરી દીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp