BJPને 1 વર્ષમાં મળ્યું 371 કરોડ ડોનેશન, કોંગ્રેસને AAPથી પણ ઓછું ડોનેશન મળ્યું

PC: khabarchhe.com

રાજનૈતિક પાર્ટીઓને કેટલું ડોનેશન મળ્યું? ક્યાંથી મળ્યું? કોણ તેમને આપે છે? આ સવાલ છે જે વિવાદનો વિષય બની જ જાય છે, પરંતુ Association for Democratic Reforms એટલે કે ADRનો રિપોર્ટ પારદર્શિતા લાવવાનું કામ કરે છે. ફરી એક વખત ADR તરફથી રાજનૈતિક પાર્ટીઓના ડોનેશને તેને લઈને મહત્ત્વની જાણકારી શેર કરી છે. કહેવામાં આવ્યું છે કે, આ વખત ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ભારતીય જનતા પાર્ટી (BJP)ને સૌથી વધુ ડોનેશન મળ્યું છે, તો કોંગ્રેસનું ડોનેશન તો આમ આદમી પાર્ટી (AAP) અને સમાજવાદી પાર્ટી (SP) કરતા પણ ઓછું છે.

આંકડાઓ મુજબ 2021-22ના એક વર્ષના સમયમાં ભાજપને 351.50 કરોડનું ડોનેશન મળ્યું છે. કુલ ડોનેશન જે બધી પાર્ટીઓને મળ્યું છે તે 487.09 કરોડ બેસે છે. એવામાં માત્ર ભાજપના ખાતામાં 72 ટકા ડોનેશન આવ્યું છે. કોંગ્રેસની વાત કરીએ તો તેને આ વર્ષે માત્ર 18.44 કરોડ રૂપિયા ડોનેશનમાં મળ્યા છે. તેનાથી વધારે સમાજવાદી પાર્ટીને 27 કરોડ અને આમ આદમી પાર્ટીને 21.12 કરોડ રૂપિયા મળ્યા છે. તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ (TRS)ને આ વર્ષે 40 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે. તો YSR કોંગ્રેસને 20 કરોડ મળ્યા છે.

અન્ય પાર્ટીઓમાં અકાલી દળને 7 કરોડ, પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીને 1 કરોડ, ગોવા ફોરવર્ડ પાર્ટી અને DMKને 50 લાખ મળ્યા છે. હવે આ આંકડા બતાવે છે કે ભાજપને જે ડોનેશન મળ્યું છે, તે 9 બીજી પાર્ટીઓની તુલનામાં અઢી ગણું વધારે છે. તો માત્ર કોંગ્રેસની તુલનામાં તો ભાજપને 19 ટકા વધારે ડોનેશન મળ્યું છે. ADRના રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ થયું છે કે, ઇલેક્ટોરલ ટ્રસ્ટને જેટલું ડોનેશન મળ્યું હતું, તેની તરફથી 99.99 ટકા બધી પાર્ટીઓમાં વહેંચી દેવામાં આવ્યું.

ADRના રિપોર્ટથી એ પણ જાણકારી મળી છે કે, પાર્ટીઓને સૌથી વધુ ડોનેશન Arcelor Mittal Nippon Steel India LTD દ્વારા આપવામાં આવ્યું છે. આ કંપનીએ 70 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. બીજા નંબર પર Acrelor Mittal Design છે, જેણે 60 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. ભારતીય એરટેલે પણ 51 કરોડ રૂપિયાનું ડોનેશન પાર્ટીઓને આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઇલેક્ટોરલ ટ્રસ્ટ એક એવું સંગઠન છે, જેને કોર્પોરેટ અને બીજી કંપની પાસેથી ડોનેશન મળે છે, પછી તે એ ડોનેશનને પાર્ટીઓને વહેંચવાનું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp