દિગ્વિજય પર રાહુલની સર્જિકલ સ્ટ્રાઈક, કહ્યું- મને સેનામાં પૂરો વિશ્વાસ

PC: ndtv.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પુલવામા હુમલા અને સર્જિકલ સ્ટ્રાઈક પર દિગ્વિજય સિંહના નિવેદનથી દૂરી કરી લીધી છે. રાહુલ ગાંધીએ કહ્યું, દિગ્વિજય સિંહે જે કહ્યું તેનાથી તેઓ સહમત નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, મને સેનામાં પૂરો વિશ્વાસ છે. દેશની સેના ગમે તે ઓપરેશન કરે, તેના પુરાવા આપવાની જરૂર નથી. એટલું જ નહીં રાહુલે આ દરમિયાન ગુલામ નબી આઝાદની માફી પણ માંગી હતી. રાહુલે કહ્યું, જો મેં ક્યારેય ગુલામ નબી આઝાદ અને ચૌધરી લાલ સિંહને દુઃખ પહોંચાડ્યું હોય તો હું તેમની માફી માંગુ છું.

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે મંગળવારે સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પુલવામામાં આપણા 40 CRPF જવાનો શહીદ થયા છે. CRPFના અધિકારીઓએ PM મોદીને તમામ જવાનોને એરલિફ્ટ કરવા વિનંતી કરી હતી, પરંતુ PM મોદી માન્યા ન હતા. આવી ભૂલ કેવી રીતે થઈ? તેમણે કહ્યું કે, આજ સુધી પુલવામા પર સંસદ સમક્ષ કોઈ રિપોર્ટ મૂકવામાં આવ્યો નથી. તેમણે દાવો કર્યો હતો કે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી, પરંતુ પુરાવા દર્શાવ્યા ન હતા. ભાજપ માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે.

જ્યારે ગુલામ નબી આઝાદને ભારત જોડો યાત્રા માટે આમંત્રણ ન આપવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુલામ નબી આઝાદની પાર્ટીના મોટાભાગના લોકો અમારી સાથે બેઠા હતા. 90 ટકા લોકો કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. માત્ર ગુલામ નબી આઝાદ જ બાકી રહી ગયા છે. હું ગુલામ નબી આઝાદનું સન્માન કરું છું. જો મેં તેમને કોઈ રીતે દુઃખ પહોંચાડ્યું હોય, તો હું તેમની માફી માંગુ છું. ગુલામ નબી આઝાદે કોંગ્રેસ સાથે છેડો ફાડીને પોતાની પાર્ટી બનાવી હતી, પરંતુ તેમાંથી મોટાભાગના લોકો પાછા કોંગ્રેસમાં આવી ગયા હતા.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા હાલ જમ્મુ-કાશ્મીરમાં છે. રાહુલ ગાંધીએ જમ્મુમાં પત્રકાર પરિષદમાં વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. આ દરમિયાન જ્યારે રાહુલ ગાંધીને દિગ્વિજય સિંહના નિવેદન અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, આ દિગ્વિજય સિંહનું અંગત નિવેદન છે. હું તેમના નિવેદન સાથે સહમત નથી. મને દેશની સેનામાં પૂરો વિશ્વાસ છે.

આ દરમિયાન રાહુલ ગાંધીએ રાજનાથ સિંહ પર પણ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું, હું જોઈ શકું છું કે રાજનાથ સિંહની પાર્ટી દેશને કેવી રીતે નુકસાન પહોંચાડી રહી છે. રાહુલે કહ્યું કે, મને લાગે છે કે જે પાર્ટીમાં રાજનાથ સિંહ છે, ત્યાં તેમણે શું કહેવાનું છે તે ટોચના નેતાઓ બતાવે છે. મતલબ કે ભાજપના ટોચના નેતાઓ જેટલું કહે છે તેટલું રાજનાથ સિંહ બોલે છે.

સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવીને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ સંપૂર્ણપણે ઘેરાઈ ગયા છે. આ પહેલા કોંગ્રેસે પણ તેમના નિવેદનથી દૂરી બનાવી લીધી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, દિગ્વિજય સિંહની ટિપ્પણી તેમનું વ્યકિતગત મંતવ્ય છે અને પાર્ટી દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું નથી. UPA સરકાર દ્વારા 2014 પહેલા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. લશ્કરી કાર્યવાહી જે રાષ્ટ્રીય હિતમાં છે, કોંગ્રેસે તમામને સમર્થન આપ્યું છે અને કરતું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp