શું ખરેખર શરદ પવાર અને અજીત પવાર લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે?
અજીત પવાર અને તેમના સમર્થક 15 ધારાસભ્યોએ સોમવારે મુંબઈના વાઈ.બી. ચવ્હાણ સેન્ટરમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે શરદ પવારને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે, પાર્ટી એકજૂથ રહે. આ મુલાકાતના થોડા કલાકો બાદ શરદ પવારે પોતાની પ્રતિક્રિયા આપી છે. ફરી એક વખત તેમણે ભાજપની વિભાજનકારી રાજનીતિને લઈને વિરોધ વ્યક્ત કર્યો. શરદ પવાર વાઈ.બી. ચવ્હાણ કેન્દ્રમાં NCPની યુવા શાખાના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે સ્પષ્ટ કરી દીધું કે, તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)નું સમર્થન નહીં કરી શકે અને પોતાની પ્રગતિશીલ રાજનીતિ ચાલુ રાખશે. 82 વર્ષીય શરદ પવાર પોતાના ભત્રીજાના બળવાથી દુઃખી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગત 2 જુલાઇના રોજ એકનાથ શિંદેના નેતૃત્વવાળી ભાજપ-શિવસેના સરકારમાં અજીત પવાર અને તેમના ઘણા ધારાસભ્ય સામેલ થઈ ગયા હતા. અજીત પવારના પોતાના કાકા વિરુદ્ધ બળવાથી NCP તૂટી ગઈ હતી. બળવો કરનારા NCP નેતાઓએ સોમવારે શરદ પવાર સાથે પાર્ટીને ફરીથી એકજૂથ કરવા પર વિચાર કરવાની અપીલ કરી.
2 જુલાઇના રોજ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેનારા અજીત પવાર અને તેમના સમર્થક ધારાસભ્યોની NCP પ્રમુખ સાથે 2 દિવસમાં આ બીજી બેઠક છે. મીટિંગ્સમાં સામેલ રાજ્યસભાના સભ્ય પ્રફુલ પટેલે કહ્યું કે, તેઓ અને અજીત પવાર મંગળવારે દિલ્હીમાં ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્ર જનતાત્રિક ગઠબંધન (NDA)માં સામેલ થશે. શરદ પવાર સાથે આજની બેઠકમાં અમે તેમને ફરીથી એ સુનિશ્ચિત કરવા કહ્યું કે, NCP એકજૂથ રહે. જે ધારાસભ્ય (અજીત પવાર કેમ્પ) રવિવારે થયેલી બેઠક દરમિયાન શરદ પવારને મળી શક્યા નહોતા. તેઓ આજની મુલાકાતમાં સામેલ હતા.
આ મુલાકાત રાજ્ય વિધાનમંડળના મોનસૂન સત્રની પૂર્વ સંધ્યા પર થઈ હતી. બેઠક બાદ NCP નેતા પ્રફુલ પટેલે જણાવ્યું કે, અજીત પાવર સહિત બધા NCPના મંત્રીઓએ શરદ પવારને આ બાબતે વિચારવાનો અનુરોધ કર્યો છે કે NCP કેવી રીતે એકજૂથ રહેશે. તેમણે કહ્યું કે, શરદ પવાર અમારા ભગવાન છે. અમે આજે તેમના આશીર્વાદ લેવા માટે યશવંતરાવ ચવ્હાણ કેન્દ્રમાં મુલાકાત કરી. અમે બધાએ તેમને એ બાબતે વિચારવાનો અનુરોધ કર્યો કે પાર્ટી કેવી રીતે એકજૂથ રહેશે. તેમણે કહ્યું હતું કે, તેમણે શાંતિથી અમારી વાત સાંભળી. જો કે, તેમણે તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp