26th January selfie contest

શું મન કી બાતના એક એપિસોડ પાછળ 8 કરોડ ખર્ચ થાય છે? ઇસુદાન ગઢવી સામે FIR દાખલ

PC: outlookindia.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનો 30 એપ્રિલે 100મો એપિસોડ હતો અને ભાજપના નેતાઓએને કારર્યકરોએ દેશભરમાં ઉજવણી કરી હતી. PM મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના મનની વાત કહેવામાં આમ આમદી પાર્ટી, ગુજરાતના પ્રમુખ ઇસુદાન ગઢવી ભેરવાઇ ગયા છે. તેમણે ટ્વીટ કરીને પ્રધાનમંત્રી મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમમાં 830 કરોડ રૂપિયા ખચાર્યા હોવાની વાત કરી હતી. આની સામે અમદાવાદ સાયબર ક્રાઇમે ઇસુદાન ગઢવી સામે ફરિયાદ દાખલ કરી છે. ભારે હોબાળો થવાને કારણે ઇસુદાને ટ્વીટ ડિલીટ કરી નાંખી હતી.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)તેના  FACT CHECKમાં કહ્યું છે કે આ દાવો ભ્રામક છે અને ગેરમાર્ગે દોરનારો છે. 8.3 કરોડ રૂપિયાએ મન કી બાત માટે અત્યાર સુધીની જાહેરાતોનો કુલ આંકડો છે. માત્ર સિંગલ એપિસોડ માટે નહી. ટ્વીટમાં એવી ધારણા બતાવવામાં આવી છે કે દરેક એપિસોડ જાહેરાત દ્રારા સમર્થિત છે, જે ખોટું છે.

પોલીસે કહ્યું હતું કે ઇસુદાનના ટ્વીટમાં પ્રધાનમંત્રી વિશે જે વાત કહેવામાં આવી છે તે પાયાવિહોણી અ પુરાવા વગરની છે. અમદાવાદ સાયબર ક્રાઇમે ઇસુદાન ગઢવી સામે ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.

એક તરફ ગુજરાતમાં માંડ માંડ પગ પેસારો કરી રહેલી આમ આદમી પાર્ટીના સુરતના 27 કોર્પોરેટરમાંથી 12 કોર્પોરેટર ભાજપમાં ચાલ્યા ગયા છે અને એક કોર્પોરેટરને સસ્પેન્ડ કરવાની નોબત ઉભી થઇ છે એવા સમયે ઇસુદાનનું આ ટ્વીટ પડતા પર પાટું સમાન છે.

ઇસુદાને ટ્વીટ કર્યા પછી દેશભરમાં હોબાળો મચી ગયો હતો અને એ પછી તેમણે ટ્વીટ ડિલીટ કરી નાંખ્યું હતું. ઇસુદાન ગઢવી જેવા જવાબદાર નેતા અને તેઓ પત્રકાર પણ રહી ચૂક્યા છે ત્યારે પુરાવા વગર પ્રઘાનમંત્રી જેવી વ્યકિત સામે આક્ષેપ કરવા તેમના માટે શોભાસ્પદ નથી. ઇસુદાનના આ ટ્વીટને કારણે આમ આદમી પાર્ટી પણ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે.

ઇસુદાન ગઢવીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દ્રારકાથી ચૂંટણીની ટિકીટ આપી હતી અને તેમને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પણ જાહેરાત  કરવામાં આવી હતી, પરંતુ આ ચૂંટણી તેઓ જીતા શક્યા નહોતા. આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને અત્યારે પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના  ‘મન કી બાત’ કાર્યક્રમના 100માં એપિસોડને ભાજપના ગુજરાતના નેતાઓએ પણ મોટા પાયે ઉજવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp