અજીત પવારનો મોટો દાવ, બોલ્યા- મને વિપક્ષ પદ પરથી હટાવી દો અને મને કોઇ..

PC: outlookindia.com

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા અજીત પવારે પ્રદેશ અધ્યક્ષ પદને લઈને મોટું નિવેદન આપ્યું છે. અજીત પવારે બુધવારે (21 જૂન 2023ના રોજ) NCPના સ્થાપના દિવસના અવસર પર મુંબઇમાં આયોજિત કાર્યક્રમમાં અજીત પવારે પોતાને નેતા વિપક્ષ પદ પરથી હટાવવાની માગ કરી છે. અજીત પવારે કહ્યું કે, મને નેતા વિપક્ષ પદ પરથી મુક્ત કરીને પાર્ટીમાં કોઈ પદ આપવું જોઈએ. જે પણ પદ આપવામાં આવશે તેની સાથે ન્યાય કરીશ. જો કે, તેનો નિર્ણય વરિષ્ઠ નેતા કરશે.

તેમણે કહ્યું કે, ‘આગામી ચૂંટણીમાં વંચિત બહુજન અઘાડી અને તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને હલકામાં ન લો. હાલમાં જ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારની દીકરી સુપ્રિયા સૂલે અને પ્રફુલ પટેલને નવા કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ બદલાવથી અજીત પવારની નારાજગીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. જો કે અજીત પવારે પોતે આ ખબરોને નકારી દીધી હતી.

શું અજીત પવાર કરી રહ્યા છે અધ્યક્ષ પદનો દાવો?

હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું અજીત પવારે પાર્ટીમાં કોઈ પદ આપવાનું કહીને અધ્યક્ષ પદનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જયંત પાટીલ છેલ્લા 5 વર્ષથી પાર્ટીના મહારાષ્ટ્ર એકાઈના અધ્યક્ષ પદ પર કાર્યરત છે. પાર્ટીના સંવિધાનમાં દર 3 વર્ષ બાદ પદ બદલવાનું પ્રાવધાન છે. એક મહિના અગાઉ શરદ પવારે પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામાની રજૂઆત કરી હતી. પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓના સખત વિરોધ અને માગણી બાદ તેમણે પોતાનો પ્રસ્તાવ પરત લેવો પડ્યો હતો.

એક મહિના બાદ તેમણે રાજ્યસભાના સાંસદ પ્રફુલ પટેલ અને લોકસભાના સાંસદ સુપ્રિયા સૂલેને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષના રૂપમાં જાહેર કર્યા. અજીત પવારના નિવેદન પર શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સંજય રાઉતે કહ્યું કે, આ NCPનો આંતરિક મામલો છે. મોટો સવાલ એ છે કે BRS અને વંચિત બહુજન અઘાડી પાર્ટી ક્યાંક ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટીમ તરીકે કામ તો કરી રહી નથી ને. તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અજીત પવારના નિવેદનને લઈને કહ્યું કે, તેમણે જે પણ કહ્યું તે પાર્ટીનો આંતરિક મામલો છે, તેના માટે NCPએ પોતે નક્કી કરવું પડશે કે કયા વ્યક્તિએ કયું કામ કરવાનું છે. અજીત પવાર NCPમાં પ્રભાવી નેતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp