શરદ પવાર સાથે મુલાકાત પર બોલ્યા અજીત પવાર- કાલે કાકીને મળવા ગયો હતો, કાકા...

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કાકા શરદ પવાર સાથે મુલાકાત બાદ શનિવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે એ પણ જણાવ્યું કે, તેઓ પોતાની કાકીને મળવા ગયા હતા. ત્યાં શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ મળ્યા. અજીતે કાકાને પોતાના પ્રેરણાસ્ત્રોત પણ બતાવ્યા અને તેમની તસવીર ઉપયોગ કરવાની વાત પણ સ્વીકારી. તેમણે એમ પણ જણાવ્યું કે, તેમને શિક્ષણ વિભાગ સાથે સંબંધિત મુદ્દાની એક ચિઠ્ઠી પણ આપી છે. શનિવારે નાસિકમાં અજીત પવાર પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.
અજીત પવારે કહ્યું કે, એ અમારી પરંપરા છે કે અમે પરિવારને મહત્ત્વ આપીએ છીએ. એ મારા માતા-પિતાએ શીખવ્યું છે. મને પોતાના પરિવાર સાથે મળવાનો અધિકાર છે. મારી કાકી હોસ્પિટલમાં હતા, એટલે હું તેમને મળવા ગયો હતો. અંતરાત્માના અવાજે મને કહ્યું તો હું મળવા ગયો. કાકા શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ ઉપસ્થિત હતા. પવાર સાહેબે મને શિક્ષણ વિભાગના સંબંધમાં એક ચિઠ્ઠી આપી છે. આ ચિઠ્ઠી 21-22ની છે. શરદ પવાર અમારા પ્રેરણાસ્ત્રોત છે અને આદરણીય પણ છે. મારા રૂમમાં પણ તેમની તસવીર છે. તેમની તસવીર ઉપયોગ કરવામાં આવી રહી છે.
2 જુલાઇના બળવા બાદ પહેલી વખત કાકા-ભત્રીજા વચ્ચે મુલાકાત થઈ. ત્યારબાદ સરગરમીઓ તેજ થઈ ગઈ હતી. જો કે, ત્યારબાદ મુલાકાતનું કારણ સ્પષ્ટ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે શરદ પવારના પત્ની પ્રતિભાને શુક્રવારે સર્જરી બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. અજીત પાવર તેમની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. આ અગાઉ અજીત પવાર કેમ્પના મંત્રી છગન ભુજબલે પ્રતિભા પવાર જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.
અજીત પવારે કહ્યું કે, NCPને મજબૂત બનાવવા માટે બધા પ્રયાસ કરીશું. મને ગઠબંધન કે કોંગ્રેસ સાથે આવવા બાબતે કોઈ જાણકારી નથી. પ્રશાસન જનતાની વાત સાંભળે, તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખાલી પદો પર નોકરીઓના સંબંધમાં સમીક્ષા કરવામાં આવશે. કલ્યાણકારી યોજનાઓને જનતા સુધી પહોંચાડવા માટે અધિકારીઓની જરૂરિયાત છે. હું પોતાના સ્તર પર નિર્ણય લઇશ. શિંદે અને ફડણવીસ પણ મદદ કરશે.
કેબિનેટ વિસ્તારને લઈને મુખ્યમંત્રીનો વિશેષાધિકાર છે. અમે બોર્ડ પાસે જવાબ લઈશું. અમે અનુભવી છીએ. એટલે અમને સવાલોના જવાબ આપવામાં કોઈ પરેશાની નહીં થાય. વાલીઓ-મંત્રીઓને લઈને 5-6 દિવસ બાદ ચર્ચા થશે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, વિપક્ષ જો કાલે ચા પાર્ટીનો બહિષ્કાર કરશે તો અમે સહયોગ કરીશું. નેતા વિપક્ષના સંબંધમાં સ્પીકર નિર્ણય લેશે. સત્ર દરમિયાન નિમણૂક થાય છે. શિવસેના (UBT) નેતા સંજય રાઉતને લઈને કહ્યું કે, આ બધી અફવાઓ પર વિશ્વાસ ન કરો. કોઈ ખાડા નથી, જન પ્રતિનિધિઓને પણ મુદ્દાઓ બાબતે ખબર હોવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp