OMG-2 વિરોધઃજે અક્ષયના મોંઢા પર થૂંકશે, થપ્પડ મારશે તેને 10 લાખના ઇનામની જાહેરાત

PC: india.com

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની OMG-2 ફિલ્મ સામે વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. અક્ષય કુમારના પુતળાને સળગાવવામાં આવી રહ્યું છે અને વિરોધ કરનારા ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય હિંદુ પરિષદ ભારતે વિરોધ શરૂ કર્યો છે અને તેમનું કહેવું છે કે અક્ષયની ફિલ્મને કારણે હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચી છે.રાષ્ટ્રીય હિંદુ પરિષદ ભારતે સાથે સાથે એ પણ જાહેરાત કરી છે કે જે કોઇ વ્યકિત અક્ષય કુમારના મોંઢા પર થૂંકશે અને થપ્પડ મારશે તેને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.આ પહેલા પદમાવત ફિલ્મ વખતે કરણી સેનાએ દીપીકા પદુકોણનું નાક કાપવા અને ગળું કાપવા માટે ઇનામની જાહેરાત કરી હતી.

અક્ષય કુમારની ફિલ્મ OMG-2 સિનેમાઘરોમાં રીલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મ સેક્સ એજ્યુકેશનના વિષયને લઇને આવી છે.આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવનો રોલ ભજવી રહ્યો હતો. વિષયની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ફિલ્મ સેન્સર બોર્ડે ફિલ્મમાં 27 બદલાવ કર્યા હતા. આદિપુરુષ ફિલ્મ પછી જે પ્રમાણે લોકોની ઉગ્ર પ્રતિક્રિયા સામે આવી હતી તે પછી સેન્સર બોર્ડ સચેત બની ગયું છે. એટલે બોર્ડે OMG-2માં અક્ષયના રોલને ભગવાન શિવથી બદલીને ભગવાન શિવના દુત કરાવી દીધું હતું. પરંતુ લોકોને તો એની સામે પણ વાંધો પડ્યો છે.

ગુરુવારે આગ્રામાં અક્ષય કુમારનું પુતળું સળગવવામાં આવ્યું. એ પણ ધમકી  આપવામાં આવી કે OMG-2 ફિલ્મ બતાવવામાં આવશે તો થિયેટરની બહાર વિરોધ બંધ નહી કરવામાં આવશે.

રાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ ગોવિંદ પરાશરે સેન્સર બોર્ડ અને ભારત સરકારને OMG-2 પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે.તેમણે ચિમકી આપી છે કે જો માંગ નહીં માનવામાં આવશે તો વિરોધ પ્રદર્શન તેજ કરી દઇશું.

સંસ્થાને  ફિલ્મમાં અક્ષય કુમારના કેટલાંક દ્રશ્યો સામે વાંધો છે.ફિલ્મના ટ્રેલરમાં અક્ષય ડેડલોક વાળ અને પગમાં બૂટ પહેરેલો જોવા મળે છે. આ સાથે તેને દુકાનમાંથી કચોરી ખરીદતો અને ગંદા પાણીના તળાવમાં ન્હાતો બતાવવામાં આવ્યો છે. ગોવિંદ પરાશર કહે છે કે આ દ્રશ્યોમાં ભગવાન શિવનું અપમાન કરવામાં આવ્યું છે.રાષ્ટ્રીય હિંદુ પરિષદે અક્ષયની ભૂમિકા બદલવાની માંગ કરી છે.

આ સાથે તેમણે એ પણ જાહેરાત કરી છે કે જે કોઈ અક્ષયના મોઢા પર થૂંકશે અથવા તેને થપ્પડ મારશે તેને ઈનામ તરીકે 10 લાખ રૂપિયા આપશે. આગ્રા ઉપરાંત વૃંદાવન અને ઉજ્જૈનમાં પણ OMG 2નો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અક્ષય કુમાર અભિનીત OMG 2 'ગદર 2' સાથે રીલિઝ થવાને કારણે પહેલેથી જ મુશ્કેલીમાં છે. ફિલ્મે પહેલા દિવસે દેશભરમાંથી 10.26 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શનિવારની ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો આવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. OMG 2 માં અક્ષય સાથે પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ અને અરુણ ગોવિલ જેવા કલાકારો પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન અમિત રાયે કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp