રાજનીતિમાંથી સંન્યાસ અંગે સોનિયા ગાંધીએ કહ્યું ન હું ક્યારેય રિટાયર થઈ હતી અને..

PC: newindianexpress.com

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજનીતિમાંથી પોતાની સંન્યાસના સમાચારોને નકારી દીધા છે. તેમણે કહ્યું કે, ન તો હું ક્યારેય રિટાયર થઈ હતી અને ન ક્યારેય થઈશ. કોંગ્રેસના નેતા અલ્કા લંબાએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, તેમની સોનિયા ગાંધી સાથે આ મુદ્દા પર વાત થઈ છે. મેં મીડિયામાં આવી રહેલા મેડમના રિટાયરમેન્ટ સાથે જોડાયેલા સમાચારો બાબતે જણાવ્યું. તેમણે હસતા કહ્યું કે, હું ક્યારેય રિટાયર થઈ નથી અને આગળ પણ નહીં થાઉં.’

સોનિયા ગાંધીનું આ સ્ટટમેન્ટ એટલે આવ્યું કેમ કે રાયપુરમાં આપવામાં આવેલા તેમના ભાવુક ભાષણ બાદ એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે સોનિયા ગાંધી હવે રાજનીતિમાંથી સંન્યાસ લઈ શકે છે. આ અટકળો પર રોક લગાવવા માટે જ તેમનું નિવેદન આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કોંગ્રેસનું 85મું અધિવેશન ચાલી રહ્યું છે. રાયપુરમાં કાર્યક્રમ દરમિયાન પાર્ટીના પૂર્વ અધ્યાક્ષ સોનિયા ગાંધી ભાષણ આપતા ભાવુક થઈ ગયા હતા.

સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં પોતાની યાત્રાનો ઉલ્લેખ કરતા સહયોગીઓનો આભાર માન્યો. આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીની સફર અને પાર્ટી માટે યોગદાનને દર્શાવતો વીડિયો પણ પ્લે કરવામાં આવ્યો હતો. સોનિયા ગાંધીએ આ વીડિયો બાદ ભાવુક સંબિધન કરતા કોંગ્રેસ અધ્યક્ષ અને UPA શાસનના સમયના પોતાના કાર્યકાળને લઈને કહેલી વાતો બધાનો આભાર માન્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, વર્ષ 1998માં કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળ્યા બાદ અત્યાર સુધી 25 વર્ષમાં આપણે મોટી ઉપલબ્ધિ હાંસલ કરી અને નિરાશાનો સમય પણ જોયો.

સોનિયા ગાંધીએ વર્ષ 2004 અને વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં મનમોહન સિંહના નેતૃત્વમાં મળેલી જીતની મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, તેનાથી મને વ્યક્તિગત સંતોષ મળે છે, પરંતુ જે વાત મારા માટે સૌથી વધુ સંતોષકારક છે, તે એ કે મારી ઇનિંગ ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થઈ શકે છે, જે એક મહત્ત્વપૂર્ણ પડાવ પર આવી છે. સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના પણ વખાણ કર્યા અને તેના માટે તેમણે શુભેચ્છા પાઠવી.

સોનિયા ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધી માટે કહ્યું હતું કે, મુશ્કેલ યાત્રાને રાહુલ ગાંધીએ સંભવ કરી. તેમણે કાર્યકર્તાઓને કોંગ્રેસની તાકત બતાવી અને કહ્યું કે પાર્ટી દેશના હિતમાં લડશે. સોનિયા ગાંધીએ અંગત હિતોને કિનારે કરીને અનુશાસન સાથે કામ કરવાનો મંત્ર આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વમાં અમે જરૂર સફળ થઈશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp