અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા લગ્નના બંધને બંધાયા, જુઓ 8 તસવીરો

PC: khabarchhe.com

ગુજરાત આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા લગ્નના બંધને બંધાયા છે. આ બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. સુરતની વરાછા સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડનાર અલ્પેશ કથીરિયાએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ ઉપરાંત ઓલપાડ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડનાર ધાર્મિક માલવ્યા પણ લગ્નગ્રંથીથી જોડાયા છે. અલ્પેશ કથીરિયા કાવ્યા પટેલ સાથે 7 ફેરા લઇને નવા જીવનની શરૂઆત કરી છે.

એ ઉપરાંત ઓલપાડ વિધાનસભાની સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડનારા ધાર્મિક માલવ્યા પણ લગ્નગ્રંથિથી જોડાયા છે. આ દરમિયાન અલ્પેશ કથીરિયાની પીઠી વિધિની તસવીર સામે આવી છે. તો ધાર્મિક મલવીયાએ મોનાલી હિરપરા સાથે નવા જીવનની શરૂઆત કરી છે.

પાટીદાર આંદોલનથી લાઇમલાઇટમાં આવનાર અલ્પેશ કથીરિયા વ્યવસાયે વકીલ છે અને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જો કે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. અલ્પેશ કથીરિયાએ ભાજપના પૂર્વ કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે લગ્ન કર્યા છે.

અલ્પેશ કથીરિયાને પાટીદાર ચહેરા તરીકે ઓળખવામાં આવે છે. પાટીદાર વિસ્તારોમાં પાસ અનામત આંદોલન સમિતિ બાદ અલ્પેશ કથીરિયાની રાજકીય સફર શરૂ થઇ છે. એક વર્ષ પહેલા અલ્પેશ કથીરિયાએ ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે સગાઇ કરી હતી.

અલ્પેશ કથીરિયાએ ભાજપના નેતા સાથે સગાઇ કરતા લોકોમાં કુતૂહલ પણ સર્જાયું હતું. કાવ્યા પટેલ સાથે અલ્પેશ કથીરિયાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં સગાઇના બંધનથી બંધાયા હતા. કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપ-પ્રમુખ પણ રહી ચૂક્યાં છે.

ધાર્મિક માલવ્યાના લગ્ન કોર્પોરેટર મોનાલી હિરપરા સાથે સૌરાષ્ટ્ર પટેલ સમૂહ લગ્નમાં થયા છે પોતાના લગ્નની આમંત્રણ પત્રિકામાં સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. ધાર્મિક એ આ અંગે જણાવ્યું હતું કે હાલના સમયમાં યુવાનો વ્યસન કરતા કરતા ડ્રગ્સ સુધી પહોંચી ગયા છે.

લોકોમાં ટ્રાફિક નિયમની જાગૃતિનો અભાવ છે, ઓનલાઇન પ્લેટફોમના બેફામ ઉપયોગ થકી ઘણા લોકો સાઇબર ક્રાઇમ નો ભોગ બને છે. મોટાભાગના ગુના પોલીસના ચોપડે નોંધાતા નથી.

સાઇબર ક્રાઇમથી બચવા શું કરી શકાય, આવા સમાજ જાગૃતિના ઘણાં મુદ્દાની સાથે‘ હતાશ થવું નહીં નિરાશ થવું નહીં ’ વગેરે પ્રોત્સાહિત વાક્યો લગ્નની કંકોત્રીમાં લખ્યા છે. સરકારની ગાઇડલાઇન શું છે વગેરે બાબતને ખૂબ જ ડિટેલમાં સમજાવતી બધી જ વિગતો કંકોત્રીમાં છાપવામાં આવી હતી.

કંકોત્રીમાં ટ્રાફિક જાગૃતિ વિશે પણ મેસેજ આપ્યો હતો. ટૂંકો રસ્તો ટૂંકો જીવન રોંગ સાઇડ વાહન ચલાવવું જોખમી છે. વગેરે વાક્યોમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. લગ્ન કંકોત્રીના માધ્યમથી દરેક ઘરમાં આવા જાગૃતિના મેસેજ પહોંચડવાનો પ્રયાસ કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp