‘જવાન’માં શાહરુખે બોલ્યો CM કેજરીવાલનો ડાયલોગ, AAPએ વીડિયો શેર કરી કર્યો દાવો

PC: Indiatoday.in

બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મના ડાયલોગ્સની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ને પણ ફિલ્મનો એક ડાયલોગ પોતાનો લાગી રહ્યો છે. દિલ્હી સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટીએ ફિલ્મનો એક ડાયલોગ બતાવતા કહ્યું કે, આ વાત તો અરવિંદ કેજરીવાલ પણ ઘણા વર્ષોથી કહેતા આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ગુરુવારે રાત્રે અરવિંદ કેજરીવાલનો એક વીડિયો શેર કરતા જણાવ્યું કે, ‘જવાન’ ફિલ્મમાં શાહરુખ ખાને એક ડાયલોગમાં એ જ વાત કહી છે જે કેજરીવાલ પણ કહેતા આવી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના જણાવ્યા મુજબ, શાહરુખ ખાન આ ડાયલોગમાં કહે છે કે, ડર, પૈસા, જાત-પાત, ધર્મ, સંપ્રદાય માટે વોટ આપવાની જગ્યાએ જે તમારી પાસે વોટ માગવા આવે તમે તેને સવાલ પૂછો. તેમને પૂછો કે મારા માટે આગામી 5 વર્ષ શું કરશો? જો પરિવારમાં કોઈ બીમાર થઈ જાય તો તેની સારવાર માટે શું કરશો? મને નોકરી અપાવવા માટે શું કરશો? દેશને આગળ વધારવા માટે શું કરશો? સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર આમ આદમી પાર્ટીએ કેજરીવાલનો એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેઓ આ પ્રકારની વાત કરતા નજરે પડી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ કહે છે કે, ‘કોઈ ધર્મના નામ પર વોટ માગે છે, કોઈ જાતિના નામ પર વોટ માગે છે, મેં આજ સુધી એવી કોઈ બીજી પાર્ટી નથી જોઈ જે આવીને કહે કે તમારા માટે શાળા, કૉલેજ બનાવી આપીશ, એટલે વોટ આપી દો. ગમે તેવી વાત નહીં કરીએ. તમારા બાળકોની વાત કરીશું, તમારા ભવિષ્યની વાત કરીશું. હું તમારા બાળકોને સારું શિક્ષણ અપાવીશ. બધાની સારવાર મફત થશે, સારવાર, ટેસ્ટ મફત થશે. દરેક બેરોજગારની વ્યવસ્થા કરશે અને જ્યાં સુધી રોજગાર મળતો નથી ત્યાં સુધી ભથ્થું મળશે.

શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ની વાત કરીએ તો બોક્સ ઓફિસની કમાણીનો સિલસિલો છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થઈ ગયો હતો, જેના કારણે ફેન્સ જાણવા માટે ઉતાવળા હતા કે પહેલા દિવસે જવાન કેટલી કમાણી કરશે? જવાનનું રિવ્યુ કેવું હશે? જવાન દુનિયાભરમાં કેટલું કમાશે? જો કે પહેલા જ ઘણા લોકોએ અંદાજો લાગા દીધો હતો જવાન જોરદાર કમાણી કરશે. બોક્સ ઓફિસ કલેક્શન સચનિલ્કના શરૂઆતી આંકડાઓ મુજબ, જવાને પહેલા દિવસે ભારતમાં 75 કરોડનું કલેક્શન કર્યું છે, જેમાં હિન્દી ભાષામાં 65 કરોડ, તામિલ અને તેલુગુમા 5-5 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત અકરીએ તો 120 કરોડ દુનિયાભરમાં કમાવાના સમાચાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp