અમિત શાહે AAPને ગણાવી સોપારી પાર્ટી સામે રાઘવે આપ્યો આ જવાબ, જુઓ Video

PC: jansatta.com

7 ઓગસ્ટના રોજ રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલને લઇ ચર્ચા થઇ રહી હતી અને તેને પાસ કરી દેવામાં આવ્યું. દરેક સાંસદોએ આ બિલને લઇ પોતાની વાત રજૂ કરી તો અમુક સાંસદો વચ્ચે તીખી નિવેદનબાજી જોવા મળી. દિલ્હી સર્વિસ બિલ પર બોલતા ગૃહમંત્રી અમિત શાહે વાત વાતમાં આમ આદમી પાર્ટીને સોપારી જેવી પાર્ટી ગણાવી દીધી. જેનો જવાબ આપના સાંસદ રાઘવ ચડ્ઢાએ આપ્યો છે.

હોમ મિનિસ્ટર અમિત શાહે સંસદમાં વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે, તમારા માટે નાગરિકોના બિલ અગત્યના નથી. તમારા ગઠબંધનમાંથી સોપારી જેટલી મોટી પાર્ટી ભાગીને ન ચાલી જાય એ અગત્યનું છે. તમારી પ્રાથમિકતા સ્પષ્ટ છે. સૌને સાંભળ્યા, કોઈ તો સાચુ કહી દેતે કે અમે એટલે આવ્યા છે કે કેજરીવાલજી અમારા ગઠબંધનમાંથી ભાગી ન જાય.

આપ સાંસદ રાઘવ ચડ્ઢાએ આપ્યો વળતો જવાબ

ગૃહમંત્રી અમિત શાહને જવાબ આપવા માટે આપ સાંસદે કહ્યું કે, લોકસભામાં ગૃહમંત્રીજીએ કહ્યું હતું કે પંડિત નેહરૂજીએ વાત રજૂ કરી હતી કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઇએ નહીં. હું હોમ મિનિસ્ટરને કહેવા માગું છું કે નેહરૂવાદી ન બનો. અડવાણીવાદી અને વાજપેયીવાદી બનો. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની તક તમારી પાસે છે તો દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપો.

આ સોપારી જેવી પાર્ટીએ 3 વાર ભાજપાને દિલ્હીમાં હરાવી છે

અમિત શાહના સોપારીવાળા નિવેદન પર રાઘવ ચડ્ઢાએ કહ્યું કે, આ એ સોપારી જેટલી નાની પાર્ટી છે જે આઝાદ ભારતની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ પોલિટિકલ સ્ટાર્ટઅપ તરીકે ઓળખાઇ છે. આ એ સોપારી જેવી પાર્ટી છે જે 3 વાર ભાજપાને દિલ્હીમાં હરાવી ચૂકી છે અને બે વાર આઝાદ ભારતના ઈતિહાસમાં સૌથી મોટા જનાદેશની સરકાર બનાવી.

રાઘવ ચડ્ઢાએ કહ્યું કે, આ એ સોપારી જેટલી પાર્ટી છે જેણે પંજાબમાં ભાજપાને લગભગ શૂન્ય પર લાવીને ઊભા કરી દીધા. 10 વર્ષમાં રાષ્ટ્રીય પાર્ટી બની અને આ એ સોપારી જેવી પાર્ટી છે જેના 161 ધારાસભ્ય અન 11 સાંસદ છે. આ એ સોપારી જેટલી પાર્ટી છે જેનું કામ જોવા માટે ફર્સ્ટ લેડી ઓફ USA ભારત આવે છે.

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢાના નિવેદનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયોને શેર પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp